20 લાખમાં મળશે ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર? એલોન મસ્ક ભારતમાં તૈયાર કરશે પ્લાન્ટ !

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: TESLAની ઇલેક્ટ્રિક કારની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. વર્ષોની ઉદાસીનતા પછી, એલોન મસ્કની ટેસ્લાએ ભારતમાં વાર્ષિક 5 લાખ ઇલેક્ટ્રિક વાહનોની ક્ષમતા સાથે કાર ફેક્ટરી સ્થાપવા માટેના રોકાણ પ્રસ્તાવ પર ભારત સરકાર સાથે ચર્ચા શરૂ કરી છે. તાજેતરમાં, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસની મુલાકાતે હતા, ત્યારે એલોન મસ્ક તેમને મળ્યા હતા અને પુષ્ટિ કરી હતી કે તેઓ ભારતમાં તેમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે અને રોકાણ કરશે.

હવે ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. આ રિપોર્ટમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ટેસ્લા ભારતમાં માત્ર પોતાનો પ્લાન્ટ શરૂ કરશે જ નહીં પરંતુ ચીનની તર્જ પર ભારત-પેસિફિક ક્ષેત્રમાં ભારતને નિકાસ હબ તરીકે વિકસાવવાની પણ યોજના ધરાવે છે. જોકે, આ મામલે કંપની કે ઈલોન મસ્ક દ્વારા હજુ સુધી કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ભારતમાં જે પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા લગભગ 5 લાખ ઇલેક્ટ્રિક વાહનોની હશે. આટલું જ નહીં, કંપનીની ઇલેક્ટ્રિક કારની શરૂઆતની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ટેસ્લા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સાથે વાતચીત કરી રહી છે અને સરકાર પણ “સારા સોદા” માટે આશાવાદી છે.  ટેસ્લા તેના ઓટો પાર્ટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સિરીઝને ભારતમાં લાવવાની અને આ પ્રક્રિયામાં ટેક્સમાં છૂટ મેળવવાની શક્યતાઓ શોધી રહી છે. વાસ્તવમાં કંપની ભારતમાં પોતાની ઓટો કમ્પોનન્ટ સીરીઝ શરૂ કરવા માંગે છે, જ્યારે ભારત સરકારે ટેસ્લાને દેશમાં હાલના ઓટો કમ્પોનન્ટ સપ્લાયનું મૂલ્યાંકન કરવા કહ્યું છે.

ADVERTISEMENT

ભારતમાં સૌથી મોટી સંભાવના:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભૂતકાળમાં અમેરિકાની મુલાકાતે હતા ત્યારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તેમની મીટિંગ દરમિયાન કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી ભારતની ચિંતા કરે છે અને તેમણે ટેસ્લાને દેશમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. વધુમાં મસ્કે કહ્યું કે, તે  “નરેન્દ્ર મોદીના પ્રશંસક” તરીકે અને વિશ્વના અન્ય મોટા દેશ કરતાં ભારતમાં વધુ સારી ક્ષમતા અને તકો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT