Jammu Kashmir : આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય, મસ્જિદમાં નિવૃત્ત પોલીસ અધિકારીની ગોળી મારીને કરી હત્યા
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનું ફરી એકવાર નાપાક કૃત્ય સામે આવ્યું છે. બારામુલ્લાના શેરીના ગંતમુલ્લામાં આતંકવાદીઓએ એક નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની ગોળી મારીને હત્યા…
ADVERTISEMENT
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનું ફરી એકવાર નાપાક કૃત્ય સામે આવ્યું છે. બારામુલ્લાના શેરીના ગંતમુલ્લામાં આતંકવાદીઓએ એક નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જ્યારે મોહમ્મદ શફી મસ્જિદમાં અઝાન આપી રહ્યા હતા ત્યારે આ આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું અને તેમને ગોળી મારી દીધી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
Jammu & Kashmir | Terrorists fired upon Mohd Shafi, a retired police officer at Gantmulla, Sheeri Baramulla, while praying Azan in the mosque and succumbed to injuries. The area has been cordoned off. Further details awaited: J&K Police pic.twitter.com/c2U1D6oHTl
— ANI (@ANI) December 24, 2023
સુરક્ષા દળોની સમગ્ર વિસ્તાર પર ઘેરાબંધી
આ આતંકી હુમલા બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકી હુમલામાં સામેલ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પણ આ અંગે ટ્વિટ કરીને લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
રાજૌરીમાં આતંકવાદીઓનો હુમલો
ગુરુવારે રાજૌરીમાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલા પછી, સુરક્ષા દળોએ પૂંચના થાનામંડી-સુરનકોટ વિસ્તારમાં ડેરા લેનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ, પરંતુ હજુ સુધી સુરક્ષા દળોને કોઈ સફળતા મળી નથી.
ADVERTISEMENT