બિપરજોય પહેલા જ આ જિલ્લાઓમાં ભયાનક વરસાદ, જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો
અમદાવાદ : અરબ સાગરમાં વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેની અસર રાજ્યના સમગ્ર દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળી રહી છે. મોટાભાગના દરિયા…
ADVERTISEMENT
અમદાવાદ : અરબ સાગરમાં વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેની અસર રાજ્યના સમગ્ર દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળી રહી છે. મોટાભાગના દરિયા કિનારાના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારે પવન ફુંકાવાને કારણે સ્થિતિ વિપરિત બની છે. ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધારે વરસાદ દેવભુમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વરસ્યો હતો. આશરે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
બીજી તરફ દેવભુમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, ડાંગ, પાટણ, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT