વેજપુરમાં ટ્રસ્ટી પુત્રની શાળામાં દબંગગીરી, વિદ્યાર્થીને માર્યો ઢોર માર

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લી: શિક્ષકએ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ કળયુગમાં આ ગુરુના કામ પર અનેક વખત આંગળીઓ ઉઠી છે. ક્યારેક શિક્ષકના કૃત્યથી શિક્ષણ જગત પર અનેક સવાલો ઉઠયા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. નજીવી બાબતમાં  ભિલોડાના વેજપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો છે. શરીર પર ઇજાના નિશાન ઉપસી આવતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હેવાનિયત રીતે માર મારનાર શિક્ષકના માતા શાળાના ટ્રસ્ટી હોવાથી જઅને શાળા જ પોતાની થઈ ચૂકી છે તે રીતે  લાકડી વડે ધોરણ 11 ના વિદ્યાર્થીને ઢોર માર માર માર્યો હતો. વિદ્યાર્થીને વધુ ઇજા થતાં તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે વિધ્યાર્થીના વાલી દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે.

શિક્ષક છે શાળાના ટ્રસ્ટીનો પુત્ર
શાળાના ટ્રસ્ટીના પુત્ર સંજય પ્રજાપતિ ગ્રાન્ટેડ શાળા વેજપુર જાગૃતિ વિધ્યાલયમાં નોકરી કરી રહ્યા છે. ત્યારે  ચોકલેટ ખાવા મુદ્દે જાહેરમાં ધોરણ 11 માં લોબી અને રૂમમાં પણ માર માર્યો નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો છે.  શરીર પર ઇજાના નિશાન ઉપસી આવતા વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલી દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે.

ADVERTISEMENT

ચોકલેટ ખાવા મામલે શીક્ષકે માર્યો માર 
વાલી દ્વારા ન્યાયની માંગણી માટે પોલીસ સ્ટેશન જવાની તૈયારી દર્શાવવામાં આવી છે. નજીવી બાબતે ધોરણ 11ના  વિદ્યાર્થીને માર મારતા ઇજાગ્રસ્ત થયો હતો. જોકે હજુ સુધી શિક્ષક દ્વારા આ મામલે કોઈજ નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી જ્યારે વિદ્યાર્થીએ આ મામલે કહ્યુંકે ટેસ્ટ બાદ મિત્રો ચોકલેટ લાવ્યા હતા અને તે ખાતા હતા તે સમયે સંજય સર જોઈ ગયા અને લાકડી તેમજ હાથ વડે માર મારવામાં આવ્યો.

    follow whatsapp

    ADVERTISEMENT