‘ગાય પ્રાણી નહીં માતા છે, ગૌ હત્યા બંધ થઈ જાય તો ધરતીની બધી સમસ્યા ખતમ થઈ જાય’, તાપી કોર્ટનું નિવેદન

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: તાપીની સેશન્સ કોર્ટ ગાય પર પોતાના એક નિવેદનને લઈને હાલમાં ચર્ચામાં આવી છે. ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ માતા છે. ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ (ગ્લોબલ વોર્મિંગ) ખતમ થઈ જાય. જો ગાય દુઃખી હશે તો આપણું ધન અને સંપત્તિ ખતમ થઈ જશે. તેના છાણનો ઉપયોગ કરીને બનાવેલા ઘરો પર એટોમિક રેડિએશનની પણ અસર નથી થતી. જ્યારે ગૌમૂત્રથી ઘણી બીમારીઓની સારવાર પણ થાય છે. ગૌ તસ્કરીના એક મામલા પર સુનાવણી કરતા તાપી જિલ્લા કોર્ટે આ વાત કહી છે.

આ પણ વાંચો: ‘માખી કરડે તો મધપૂડાને પણ અસર કરે’, થરાદમાં શંકર ચૌધરીની વિરોધીઓને સ્પષ્ટ ચેતવણી, જુઓ VIDEO

ગૌ તસ્કરીની સુનાવણી પર કોર્ટે આપ્યું નિવેદન
લાઈવ લૉની એક રિપોટ્ મુજબ, તાપી જિલ્લાના સેશન જજ એસ.વી વ્યાજની અધ્યક્ષતાવાળી બેન્ચે ગૌ તસ્કરી સાથે જોડાયેલા કેસ પર સુનાવણી કરી રહી હતી. ઓગસ્ટ 2022માં મોહમ્મદ આમીન આરિફ અંજુન 16 ગાયોની તસ્કરીના આરોપમાં પકડાયો હતો. આરોપી જે ટ્રેક ચલાવી રહ્યો હતો તેમાં ગાયને ભૂખી-તરસી બાંધી રાખવામાં આવી હતી. ગૌતસ્કરીનો આરોપ સાબિત થતા મોહમ્મદ આમીન આરિફ અંજુનને કોર્ટે આજીવન કેદ સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ISKCON મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી, 15 દિવસમાં હિન્દુ મંદિર પર ત્રીજો હુમલો

ગાયમાં 33 કરોડ દેવતાઓને હરતો ફરતો વિગ્રહ
આ દરમિયાન જજ એસ.વી વ્યાસે કહ્યું કે, ગાય માત્ર પ્રાણી નથી, પરંતુ માતા છે. ગાય 68 કરોડ પવિત્ર સ્થાનો અને 33 કરોડ દેવતાઓનો હરતો ફરતો વિગ્રહ ગણાય છે. જો ગાય દુઃખી થશે તો આપણું ધન અને સંપત્તિ ખતમ થઈ જશે. તેમણે જળવાયુ પરિવર્તનને પણ ગૌ હત્યા સાથે જોડ્યું. એસ.વી વ્યાસે કહ્યું કે, જો ગૌ હત્યા બંધ થઈ જાય તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે. જ્યાં સુધી ગૌ હત્યા સંપૂર્ણ રીતે બંધ નહીં કરાય ત્યાં સુધી જળવાયુ પરિવર્તનથી રાહત નહીં મળે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT