તાલિબાને 1971ના યુદ્ધની તસવીર શેર કરીને પાકિસ્તાનને ધમકી આપી, કહ્યું-હુમલો કર્યો તો આવા હાલ થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ ચરમ પર પહોંચી ગયો છે. આ પાછળ એક મોટું કારણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) છે. ટીટીપીને લઈને પાકિસ્તાન સતત આક્રામક દેખાઈ રહ્યું છે આ વચ્ચે હવે કતારમાં તાલિબાનના એક ટોચના નેતાનએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તાલિબાનના એક અધિકારી અહમદ યાસિરએ ટ્વીટ કરીને પાકિસ્તાનને 1971ના યુદ્ધની યાદ અપાવી દીધી. યાસિરે કહ્યું કે જો પાકિસ્તાન, અફઘાનિસ્તાન પર હુમલો કરે છે તો 1971નું યુદ્ધ ફરીથી યાદ કરાવાશે.

1971ના યુદ્ધની તસવીર શેર કરી
યાસિરએ પાકિસ્તાનની ધમકીઓ પર 16 ડિસેમ્બર 1971ના યુદ્ધની એક તસવીર પોસ્ટ કરી છે અને કહ્યું કે, પાકિસ્તાની સેનાએ વધુ એક યુદ્ધ હારવાથી બચવા માટે અફઘાનિસ્તાનથી દૂર રહેવું જોઈએ. પાકિસ્તાની સેનાને 1971ના યુદ્ધમાં ભારત સામે સરેન્ડર કરવું પડ્યું હતું. નોંધનીય છે કે પાકિસ્તાનની શહબાઝ શરીફની સરકારનો આરોપ છે કે અફઘાનિસ્તાન ટીટીપી આતંકવાદીઓને શરણ આપી રહ્યું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘુસીને ટીટીપીનો સફાયો કરવાની ચેતવણી આપી હતી.

ADVERTISEMENT

ભારત સામે ઘૂંટણીએ પડ્યું હતું પાકિસ્તાન
યાસિરે 16 ડિસેમ્બર 1971ની એક તસવીર ટ્વીટ કરીને કહ્યું કે, પાકિસ્તાનના ગૃહમંત્રી આ અફઘાનિસ્તાન છે. ગૌરવશાળી સમ્રાટોની ભૂમિ છે. અમારા પર સૈન્ય હુમલો કરવાનું વિચારતા પણ નહીં, નહીંતર ભારત સામે જે રીતે હથિયાર મૂક્યા હતા, તે જ શરમજનક ઘટના ફરીથી બનશે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના ચીફ માર્શલ લો એડમિનિસ્ટ્રેસન (હવે બાંગ્લાદેશ) અને પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લાહ ખાન નિયાજીએ સરેન્ડર દસ્તાવેજો પર સહી કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT