સરકારની SIT પર લોકોને કેમ વિશ્વાસ નથી? તક્ષશીલા, બોટાદ લઠ્ઠાકાંડમાં તમામ મોટા માથાઓ છટકી ગયા!
અમદાવાદ: મોરબીમાં બનેલી કરુણ ઘટનાથી આજે રાજ્યભરમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. રવિવારે સાંજે ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે…
ADVERTISEMENT
અમદાવાદ: મોરબીમાં બનેલી કરુણ ઘટનાથી આજે રાજ્યભરમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. રવિવારે સાંજે ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે હજુ પણ 17 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે ચૂંટણી પહેલા સરકાર આ મુદ્દાને લઈને વધુ ગંભીર તો દેખાઈ રહી છે. સરકારે તાબડતોબ ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની SIT પણ બનાવી લીધી, જે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પરંતુ પોલીસે નોંધેલી FIRમાં OREVA ગ્રુપ કે જયસુખ પટેલના નામનો કોઈ ઉલ્લેખ જ નથી, જ્યારે આ બ્રિજને જયસુખ પટેલે જ કોઈપણ જાતના NOC કે ફિટનેસ સર્ટિફિકેટ લીધા વગર ખુલ્લો મુક્યો હતો, આ અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એવામાં તેમની સામે કોઈ કાર્યવાહી ન થતા પોલીસની કામગીરી પર પણ લોકો શંકા ઉઠાવી રહ્યા છે.
તપાસના નામે આશ્વાસન, પરંતુ કડક પગલાં નહીં
સમગ્ર મામલે સરકાર તરફથી આશ્વાસન તો આપવામાં આવ્યું છે કે, ઘટનામાં કસુરવાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને તમામ પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પરંતુ અગાઉ રાજ્યમાં અગાઉ બનેલી બરવાળાના લઠ્ઠાકાંડ, તક્ષશિલા કાંડ તથા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા બાબતે પણ સરકારે તપાસ સમિતિઓ બનાવી હતી, પરંતુ આવી સમિતિઓના રિપોર્ટ વર્ષો સુધી કાંતો આવતા નથી, અથવા તો પછી તેમણે સૂચવેલા પગલા લેવાની પણ સરકાર દરકાર લેતી નથી. ત્યારે છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં બનેલી કેટલીક દુર્ઘટનાઓ પર એક નજક કરીએ…
શ્રેય હોસ્પિટલમાં આગ મામલે હોસ્પિટલ ટ્ર્સ્ટી જામીન પર મુક્ત
અમદાવાદમાં 2020માં ઓગસ્ટ મહિનામાં કોવિડ ડેડિકેટેડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 જેટલા દર્દીઓના મોત થયા હતા. જે બાદ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠ્યા હતા અને ભારે ઉહાપોહ બાદ સરકારે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવી હતી. જોકે હાલ આ કેસની વાત કરીએ તો હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સહિતના આરોપીઓ જામીન પર મુક્ત છે.
ADVERTISEMENT
તક્ષશિલાની ઘટનામાં 13 આરોપીઓ જામીન પર છૂટી ગયા
આવી જ રીતે સુરતના તક્ષશિલા આર્કેટમાં 2019માં આગ લાગી હતી. જેમાં ગેરકાયદેસર ધમધમતા ક્લાસિસમાં ભણતા 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટના બાદ પણ સરકારે કોઈપણ કસુરવારને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી, પરંતુ આજે આ કેસમાં 14માંથી 13 જેટલા આરોપીઓ જામીન પર છૂટી ગયા. માત્ર કોચિંગ સંચાલક જેલમાં છે. બીજી તરફ આ મામલે સસ્પેન્ડ કરાયેલા 6 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓ પણ નોકરી પર પાછા આવી ગયા છે.
બોટાદ લઠ્ઠાકાંડમાં કેમિકલ કંપનીના સંચાલક સામે કોઈ કાર્યવાહી નહીં
બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી 55 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકોના મોતથી સરકાર પર અનેક સવાલો ઉઠ્યા હતા. આ ઘટનામાં પણ સરકારે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જોકે ઘટનામાં કેમિકલ કંપનીના મુખ્ય સંચાલક સહિતના ડાયરેક્ટરો સામે કોઈ પગલાં જ નહોતા લેવાયા. ઉપરાંત સાઈડ પોસ્ટિંગ પર રહેલા IPSને પણ હાલમાં જ રેગ્યુલર પોસ્ટિંગ ફરીથી આપી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT