આજે રવિવારથી T20 વર્લ્ડ કપનો થયો પ્રારંભ, જાણો પ્રાઈઝ મની સહિત જીતના દાવેદાર વિશે વિગતવાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઓસ્ટ્રેલિયાઃ ICC T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત આજે 16 ઓક્ટોબર 2022થી થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેમાંથી 8 ટીમ સીધી ગ્રુપ-12 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે, જ્યારે અન્ય 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ જીતી પોતાની જગ્યા પાક્કી કરશે. ઉલ્લેખનીય છે કે આ મેગા ટૂર્નામેન્ટ ત્રણ સ્ટેજમાં રમાઈ રહી છે, જેમાં રાઉન્ડ-1, સપુર-12 અને પ્લેઓફ મેચ રમાશે.

16 ટીમોમાંથી 8 ટીમો સીધી સુપર 12 માટે ક્વોલિફાય કરી ચૂકી છે, જ્યારે અન્ય 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ જીતી પોતાની જગ્યા પાક્કી કરશે. તેવામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4-4 ટીમોના 2 ગ્રુપ બનાવાયા છે. જેમાં પોત-પોતાના ગ્રુપમાં ટોપ-2માં રહેનારી ટીમ સુપર 12 સ્ટેજ સુધી પહોંચશે. ત્યારપછી અહીં 6-6 ટીમોના 2 ગ્રુપ બનાવાયા છે. જેમાં પોતાના ગ્રુપની ટોપ-2 ટીમો સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહેશે.

રાઉન્ડ-1
પહેલા રાઉન્ડની વાત કરીએ તો ગ્રુપ-Aમાં શ્રીલંકા, યુએઈ, નેધરલેન્ડ અને નામિબીયાનો સમાવેશ થયો છે. જ્યારે ગ્રુપ-Bમાં આયરલેન્ડ, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝની ટીમ સામેલ છે.

ADVERTISEMENT

સુપર-12
સુપર-12માં ગ્રુપ-1ની વાત કરીએ તો એમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ગ્રુપ-A વિનર, ગ્રુપ-B રનરઅપનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રુપ-2ની વાત કરીએ તો આમાં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ગ્રુપ-B વિનર અને ગ્રુપ-A રનર અપનો સમાવેશ કરાયો છે.

ADVERTISEMENT

પોઈન્ટ ટેબલ સિસ્ટમ વિશે માહિતી…
ICC આ T20 વર્લ્ડ કપ માટે પોઈન્ટ ટેબલ સિસ્ટમ અને તેની કામગીરી અંગે વિગતવાર જાહેરાત કરી ચૂક્યું છે. જેમાં દરેક ટીમ જે મેચ જીતશે એને 2 પોઈન્ટ મળશે. જ્યારે હારી જશે તો 0 પોઈન્ટ મળશે. વળી તેવામાં કોઈપણ સંજોગોમાં મેચ રોકવી પડી અથવા ટાઈ થઈ તો 1-1 પોઈન્ટ બંને ટીમને મળશે. જો ગ્રુપમાં 2 ટીમોના પોઈન્ટ સમાન હશે તો નેટ રનરેટ ગેમમાં આવશે.

ADVERTISEMENT

7 મેદાન પર રમાશે વર્લ્ડ કપ જીતવાનો જંગ
T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચનું આયોજન કરાવવાનું છે. જ્યાં ક્વોલિફાઈંગ રાઉન્ટની તમામ 12 મેચ હોબાર્ટ અને જિલોન્ગમાં રમાશે. વળી સિડની, મેલબર્ન, પર્થ, એડિલેડ, બ્રિસ્બેન સુપર-12 સ્ટેજને હોસ્ટ કરશે. જ્યારે સેમિફાઈનલ મેચ એડિલેડ ઓવલ અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. તેવામાં હવે ફાઈનલ મેચ 13 નવેમ્બર 2022ના દિવસે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત થશે.

ઈન્ડિયન ટીમની મેચનું શેડ્યૂલ

  • 23 ઓક્ટોબર V/S પાકિસ્તાન, બપોરે 1.30 વાગ્યેઃ મેલબર્ન
  • 27 ઓક્ટોબર V/S ગ્રુપ-A રનર અપ, બપોરે 12.30 વાગ્યે, સિડની
  • 30 ઓક્ટોબર V/S દક્ષિણ આફ્રિકા, સાંજે 4.30 વાગ્યે, પર્થ
  • 2 નવેમ્બર V/S બાંગ્લાદેશ, બપોરે 1.30 વાગ્યે, એડિલેડ
  • 6 નવેમ્બર V/S ગ્રુપ-B વિનર, બપોરે 1.30 વાગ્યે, મેલબર્ન

T20 વર્લ્ડ કપની પ્રાઈઝ મની (ભારતીય રૂપિયામાં)

  • વિજેતાઃ લગભગ 13 કરોડ રૂપિયા
  • રનર્સ અપઃ 6.52 કરોડ રૂપિયા
  • સેમિફાઈનલઃ 3.26 કરોડ રૂપિયા
  • સુપર-12માં જીતઃ 32 લાખ રૂપિયા
  • સુપર-12થી બહાર થનારી ટીમઃ 57 લાખ રૂપિયા
  • પહેલા રાઉન્ડમાં જીતઃ 32 લાખ રૂપિયા
  • પહેલા રાઉન્ડથી બહાર થનારી ટીમઃ 32 લાખ રૂપિયા

    follow whatsapp

    ADVERTISEMENT