સેમિફાઈનલમાં ભારતની શરમજનક હાર, ઇંગ્લેન્ડે 10 વિકેટથી એકતરફા અંદાજે મેચ જીતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

એડિલેડઃ T20 વર્લ્ડ કપ 2022માં ઈન્ડિયન ટીમની સફર અહીંથી જ પૂરી થઈ ચૂકી છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમની શરમજનક હાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમે 10 વિકેટથી રોહિત શર્મા એન્ડ કંપનીને હારનો સ્વાદ ચખાડ્યો છે. ભારતે આ મેચમાં ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 168/6 રનનો સ્કોર કર્યો હતો. આના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમના ઓપનર્સ જ બાજી મારી ગયા અને મેચ જીતીને ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે.

ભારતીય બોલર્સ એકપણ વિકેટ ન લઈ શક્યા…
ઇંગ્લેન્ડની ટીમ સામે 169 રનનો ટાર્ગેટ હતો. જેને ડિફેન્ડ કરવા માટે ઈન્ડિયન બોલર્સ મેદાનમાં ઉતર્યા હતા. તેવામાં પાવરપ્લેથી જ જાણે ઈન્ડિયન બોલર્સે ઇંગ્લેન્ડના ઓપનર્સ સામે ઘૂંટણ ટેકવી દીધા હોય એમ લાગી રહ્યું હતું. એક બાજુ ભારતીય બેટિંગ ઓર્ડર મહામહેનતે રન કરી શક્યો હતો. એ પિચ પર ઇંગ્લેન્ડના ઓપનર્સ સરળતાથી ચોગ્ગા અને છગ્ગા ફટકારતા નજરે પડ્યા હતા. બટલર અને હેલ્સ વચ્ચે સેમિફાઈનલમાં અણનમ 170 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. આ દરમિયાન એકપણ ભારતીય બોલર ઇંગ્લેન્ડની આ જોડીને તોડી ન શક્યું.

ADVERTISEMENT

10 વિકેટથી શરમજનક હાર…એકની એક ભૂલ વારંવાર?
T20 વર્લ્ડ કપની સળંગ 2 ટૂર્નામેન્ટથી ઈન્ડિયન ટીમ એકની એક ભૂલ વારંવાર કરી રહી છે. આપણે વાત કરીએ 2021માં આયોજિત વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની મેચની… આ મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાની ટીમે 10 વિકેટથી હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ હાર ઈન્ડિયન ટીમ પચાવી શકી નહોતી. અહીંથી બોલિંગ યૂનિટ અને બેટિંગમાં ટીમના એપ્રોચ પર અઢળક સવાલો ઉઠ્યા હતા. તે સમય પછી તો કેપ્ટન અને કોચ પણ બદલાઈ ગયા. લાગ્યુ નવા યુગના શરૂઆતથી ભારતની કિસ્મત બદલાશે…

ADVERTISEMENT

નવો યુગ પરંતુ જૂની ભૂલો ફરીથી રિપિટ- રોહિતની કેપ્ટનશિપ અને કોચ દ્રવિડના માર્ગદર્શનથી લાગ્યું કે ભારત હવે વર્લ્ડ કપ જીતવા સક્ષમ છે. પરંતુ સેમિફાઈનલ સુધીની સારી એવી સફર ખેડવા છતા ભારત હારી ગયું. હવે આ વર્લ્ડ કપમાં પણ 1 નિર્ણય ચોંકાવનારો હતો કે યુઝવેન્દ્ર ચહલને કેમ પ્લેઇંગ-11માં તક નથી મળી. છેલ્લા 2 વર્લ્ડ કપથી તેને તક નહોતી આપવામાં આવતી. વળી આજે ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી ગઈ છે. તેવામાં ઘણી બોલિંગ હોય કે બેટિંગ ડિપાર્ટમેન્ટ એક જેવી ભૂલોના કારણે જ મેચ ગુમાવી બેઠા છીએ.

2021 અને 2022ના વર્લ્ડ કપની વાત કરીએ તો બંનેમાં 1-1 મેચ ભારત શરમજનક રીતે હાર્યું છે. 2021માં પાકિસ્તાન અને 2022માં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમની 10 વિકેટથી શરમજનક હાર થઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT