T20 World Cup 2024 માં રોહિત કે પંડ્યા, કોણ હશે કેપ્ટન?, BCCI સચિવ જય શાહનું મોટું નિવેદન
T20 World Cup 2024 Virat Kohli Role: ભારતીય ટીમને રોહિત શર્માની કેપ્ટન્સીમાં વનડે વર્લ્ડ કપ 2023માં હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
1 જૂનથી T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત
રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમાશે T20 વર્લ્ડ કપ
રોહિત શર્માનો રોલ કન્ફર્મ થઈ ગયો
T20 World Cup 2024 Virat Kohli Role: ભારતીય ટીમને રોહિત શર્માની કેપ્ટન્સીમાં વનડે વર્લ્ડ કપ 2023માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન દરેક ભારતીય ક્રિકેટ ફેનની આંખો ભીની થઈ ગઈ હતી. પરંતુ હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે. 1 જૂનથી T20 વર્લ્ડ કપ 2024 શરુ થવાનો છે, જેના માટે BCCI સચિવ જય શાહે પણ પુષ્ટિ કરી દીધી છે કે ભારત રોહિત શર્માની કેપ્ટન્સીમાં બાર્બાડોસમાં જીતનો પરચમ લહેરાવશે. હવે આ પછી ચર્ચા છે કે રોહિત શર્માનો રોલ કન્ફર્મ થઈ ગયો છે પરંતુ હવે વિરાટ કોહલીનો રોલ શું હશે?
શું કહ્યું જય શાહે?
વિરાટ કોહલીના રોલ પર પણ જય શાહે નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે તેમની ભૂમિકા (રોલ) અંગે હજુ ચર્ચા ચાલી રહી છે. તો વિરાટ કોહલીના ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક લેવા પર પણ તેમણે કહ્યું કે વિરાટ કોહલી જેવા ખેલાડી ત્યાં સુધી ક્રિકેટથી દૂર રહી ન શકે જ્યાં સુધી કોઈ ખૂબ જ જરૂરી બાબત ન હોય. જો તેમણે બ્રેક લીધો છે તો તેમનું ખૂબ જ મોટું કારણ હશે. આશા છે કે વિરાટ કોહલી જલ્દી પરત આવશે.
#WATCH | Rajkot, Gujarat: BCCI Secretary Jay Shah says, "Everybody had been waiting for my statement on the World Cup. In 2023, India did not win the World Cup after winning 10 matches straight, but we won hearts. But I want to make a promise that in 2024, under the captaincy of… pic.twitter.com/xENcgQGcZU
— ANI (@ANI) February 14, 2024
હાર્દિક પંડ્યા હશે વાઈસ કેપ્ટન
હાર્દિક પંડ્યા ભલે કેપ્ટન બનવાનું સપનું જોઈ રહ્યા હોય પરંતુ તેમણે ટી20 વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટનશિપથી સંતોષ માનવો પડશે. વિવાદોની વચ્ચે હાર્દિક પંડ્યા ભલે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા હોય. પરંતુ રાષ્ટ્રીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં જ રહેવાની છે. T20 વર્લ્ડ કપ 2022 પછી હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની ઘણી ટી20 સિરીઝમાં સતત કેપ્ટનશિપ કરી હતી. તેમને ટી20ના ફ્યૂચર કેપ્ટન પણ માનવામાં આવતા હતા, પરંતુ હાલ રોહિત શર્મા જ કેપ્ટન રહેશે.
ADVERTISEMENT
11 વર્ષની રાહનો આવશે અંત?
ભારતે છેલ્લે 2013માં ICC ટાઈટલ જીત્યું હતું. એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી, ભારતીય ટીમ ઘણી વખત ફાઈનલ અને સેમિફાઈનલમાં પહોંચી પરંતુ ખિતાબ ન જીતી શકી. ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ અને વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં દરેક જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી T20 વર્લ્ડ કપમાં ફેન્સને આશા છે કે ICC ટ્રોફી માટે 11 વર્ષની રાહનો અંત આવશે.
ADVERTISEMENT