મહિસાગરમાં લગ્નના વરઘોડામાં બેકાબૂ સ્વિફ્ટ કારે મહેમાનોને ઉલાળ્યા, 1 મહિલાનું મોત 20થી 25 લોકો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી/મહિસાગર: મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડામાં સ્વીફ્ટ કાર ઘુસી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જેમાં વરઘોડામાં નાચતા જતા મહેમાનોને સ્વિફ્ટ કારના ચાલકે અટફેડે લીધા હતા. ઘટનામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 20થી 25 જેટલા લોકોને ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત થવાના કારણે લગ્નના વરઘોડામાં આનંદની જગ્યાએ માતમ છવાઈ ગયો હતો.

વરઘોડામાં મહેમાનો વચ્ચે પુરપાટ આવતી કાર ઘુસી
હાલ લગ્નસરાની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. ત્યારે બાલાસિનોરના દેવી પૂજક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આથી ગત રાત્રે વરરાજાનો વરઘોડો બાલાસિનોર શહેરમાં નીકળ્યો હતો. એવામાં મુખ્ય રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ કારના કાર ચાલકે વરઘોડામાં નાચતા મહેમાનોને અડફેટમાં લીધા હતા અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતથી વરઘોડામાં અફરા તફરી મચી ગઇ હતી.

આ પણ વાંચો: UK ગયેલા દીકરા માતાના અંતિમ સંસ્કારમાં પણ ન આવ્યા, પિતાએ સંપત્તિ દાન કરી દેતા હવે HCમાં અરજી કરી

ADVERTISEMENT

અકસ્માતમાં 1 મહિલાનું મોત
આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. તેમજ 20થી 25 જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને થતા ઘટના સ્થળ પર વાન આવી ગઈ હતી. ઇજાગ્રસ્તોને હાલ તો બાલાસિનોરની કે.એમ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય સામાન્ય ઇજાગ્રસ્તને તેમના પરિવારજનો દ્વારા બાલાસિનોરની અલગ અલગ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં સારવાર લીધી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT