ચૂંટણી ગમે તે કરાવે: સસ્પેન્ડ કરાયેલા નેતાઓને ફરી ભાજપમાં લેવાની હોડ લાગી
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. નેતાઓના રિસમણા મનામણાં શરૂ થઈ ચૂક્યા છે. એક બાદ એક નેતાઓની નારાજગી બહાર આવી…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. નેતાઓના રિસમણા મનામણાં શરૂ થઈ ચૂક્યા છે. એક બાદ એક નેતાઓની નારાજગી બહાર આવી રહી છે. આ દરમિયાન છોટાઉદેપુરજિલ્લામાં સંખેડા વિધાનસભામાં ભાજપ ને મત કપાવવાનો નો ડર લાગતા સસ્પેન્ડ કરાયેલા નેતાઓને ફરી ભાજપમાં લેવાની હોડ લાગી છે.
ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ સતત ગરમ છે. છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા અને પંચાયતની ચૂંટણી વખતે ભાજપના કાર્યકરોએ વિરોધમાં કામ કરતા હોય તેવા કાર્યકરોને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ વિધાનસભાની ચૂંટણી આવતા ભાજપ ફરીથી સસ્પેન્ડ કરેલા કાર્યકરોને પાર્ટીમાં પાછા એક એક કરીને લેવામાં આવી રહ્યા છે. સંખેડા ગ્રામ પંચાયતના સરપંચને પણ પરત લેવામાં આવ્યા છે અને ચૂંટણીમાં રાજકીય માહોલ તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ફરી ભાજપમાં લાવવા પ્રયાસ
છોટાઉદેપુર ની સંખેડા વિધાનસભા બેઠક ભાજપ પાર્ટી માટે આ બેઠક જાળવી રાખવા માટે મરણિયો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ચાર દિવસ પહેલા એસ ટી નિગમમાં ડિરેક્ટર જશુ ભીલને ભાજપ પાર્ટીમાં પરત લેવામાં આવ્યા જ્યારે સંખેડા વિધાનસભાના ઉમેદવાર ફોર્મ ભરવા જતા હતા તે પહેલા સંખેડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ તેમજ બોડેલી એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ રાઉલજી જ્યારે સંખેડા તાલુકા પંચાયતના માજી સદસ્ય સી કે પટેલ જ્યારે ગુંડિચા ગામના માજી સરપંચ અતુલ પટેલને ભાજ નો ખેસ પહેરવામાં આવ્યો હતો અને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પક્ષ વિરુદ્ધ કામગિરિ કરતાં કરવામાં આવ્યા હતા સસ્પેંડ
સંખેડા વિધાનસભામાં આ તમામ લોકો ભાજપ પાર્ટી વિરુદ્ધ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અને ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ફેવરમાં કામ કર્યું હોય જેને લઈને ભાજપ પાર્ટી એ સસ્પેન્ડ કર્યા હતા પરંતુ ભાજપ હાલ વિધાનસભા કબજે કરવા કાર્યકરોના ઘૂઠાણીએ પડી ગઈ હોય તે રીતના પરત પાર્ટીમાં લઈ રહી છે સંખેડા વિધાનસભામાં ખરાખરીનો જંગ હોવાથી ભાજપ પોતાની આબરૂ બચાવવા નાના નાના કાર્યકરોના શરણે જઇ રહી છે અત્યાર સુધી સત્તામાં મસ્ત ભાજપ નેતાઓ નાના કાર્યકરો તરફ નજર પણ નાખતા ના હતા હવે આ કાર્યકરોને ગળે લગાવી રહ્યા છે.
ADVERTISEMENT