સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષે આપ્યું રાજીનામું, પ્રદેશ સમિતિ પર લગાવ્યા ગંભીર આરોપ
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસે દરેક ચૂંટણીમાં દોષનો ટોપલો એક બીજા પર ઢોળતા રહ્યા…
ADVERTISEMENT
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસે દરેક ચૂંટણીમાં દોષનો ટોપલો એક બીજા પર ઢોળતા રહ્યા છે. તે ફરી એક વખત જોવા મળ્યું છે. કોંગ્રેસને ચૂંટણી પહેલા સતત ઝટકા લાગ્યા છે. ત્યારે ચૂંટણી બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ રૈયાભાઈ રાજપૂતે રાજીનામુ ધરી દીધું છે. કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, પાર્ટીએ વિશ્વાસમાં લીધા વગર ગોઠવ્યા હતા ઉમેદવાર.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. કોંગ્રેસે 182 માંથી ફક્ત 17 બેઠકો પર જ જીત મેળવી હતી. ત્યારે હવે કોંગ્રેસને ચૂંટણી બાદ પણ સતત ઝટકા લાગવાનું શરૂ થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડએ પોતાના હોદ્દા પર થી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું ધરી દીધું છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, ધ્રાંગધ્રા, વઢવાણ અને લીંબડી વિધાનસભા બેઠક માટે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કે સંગઠનને વિશ્વાસમાં લીધા ન હતા.
કાર્યકર્તા તરીકે કરશે કામ
ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી બની છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર આરોપ લગાવ્યો છે કે. સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સંગઠનની અવગણના કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષમાં એક કાર્યકર તરીકે કામ કરવાનું જણાવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને આપ્યું લેખિત રાજીનામુ આપી દીધું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT