સુરેન્દ્રનગરમાં દુષિત પાણી મુદ્દે સ્થાનિકોએ કર્યો હોબાળો, પાલિકા પ્રમુખની ચેમ્બરના કાચ ફોડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ  થાનગઢમાં છેલ્લા ઘણા સમયથી દુષિત પાણી આવતું હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પરિણામે રોગાચાળાના ભયે લોકોએ તાત્કાલિક નગરપાલિકાના દરવાજા ખટખટાવ્યા હતા. નોંધનીય છે કે આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી હાજર નહોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. જેથી સ્થાનિકોએ હલ્લાબોલ કરી રજૂઆત દરમિયાન નગરપાલિક પ્રમુખની ચેમ્બરના કાચ ફોડ્યા હતા. ત્યારપછી પોલીસે ઘટનાસ્થળ પર આવી મામલો થાળે પાડ્યો છે.

ભૂગર્ભ ગટરનું પાણી આવતા ચકચાર
પીવાનું પાણી શુદ્ધ ન હોય તો ઘણી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. જેના પરિણામે થાનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તેવામાં કંટાળીને લોકોએ નગરપાલિકા પ્રમુખની ચેમ્બર ખાતે જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન તેમણે કાચ ફોડવાનું શરૂ કરી દેતા મુદ્દો ગરમાયો હતો.

ADVERTISEMENT

કોઈ જવાબદાર હાજર ન હોવાથી મામલો બિચક્યો
વોર્ડ નંબર 5 અને 2ના લોકોએ પાલિકા કચેરીએ રજૂઆત કરી હતી. જ્યાં કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર નહોતા. આના પરિણામે લોકોએ હલ્લાબોલ કરીને પ્રમુખની ચેમ્બરના કાચ ફોડી દીધા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે ગંદા પાણીના કારણે અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેથી ગટરનું ગંદુ પાણી જો પીવામાં આવે તો તો રોગચાળો પણ ફેલાઈ શકે છે.

પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો
પાલિકામાં સતત વિરોધ ઉગ્ર બનતા પોલીસે મધ્યાસ્થી કરવી પડી હતી. લોકોને શાંત કરવા માટે પોલીસે લોકોને સમજાવ્યા અને તાત્કાલિક નિવારણ અંગે ખાતરી આપતા મુદ્દો થાળે પડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT