‘પૈસા માગશો તો તમારું નામ લખીને મરી જઈશ’, કેનેડાના PR લેવા જતા સુરતના મહિલા પ્રોફેસરે 14 લાખ ગુમાવ્યા
સુરત: કેનેડા જવાના PR કઢાવી આપવાના બહારને શહેરના એક મહિલા પ્રોફેસર છેતરપિંડીનો ભોગ બન્યા છે. આટલું જ નહીં ભેજાબાજે મહિલા પ્રોફેસર પાસેથી લાખો રૂપિયા પડાવી…
ADVERTISEMENT
સુરત: કેનેડા જવાના PR કઢાવી આપવાના બહારને શહેરના એક મહિલા પ્રોફેસર છેતરપિંડીનો ભોગ બન્યા છે. આટલું જ નહીં ભેજાબાજે મહિલા પ્રોફેસર પાસેથી લાખો રૂપિયા પડાવી લીધી, પરંતુ PRના થતા પૈસા પાછા માગવા પર સુસાઈડ કરવાનું કહીને આપીને પોલીસ કેસમાં ફસાવી દેવાની આપી દીધી. સમગ્ર મામલે હોલ તો મહિલા પ્રોફેસરે અમદાવાદના યુવક વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
શાદી ડોટ કોમના કર્મચારીએ મહિલા પ્રોફેસરને લૂંટ્યા
વિગતો મુજબ, સરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં માલાબાર હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા પ્રોફેસર શિવાનીબેન રહે છે. જેઓ કીમ ખાતે આવેલી હોમિયોપેથિક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી છે. જ્યારે તેમના પતિ બેંગ્લોરમાં આવેલા ઈસરોમાં વૈજ્ઞાનિક છે. શિવાનીબેને કાકાના દીકરાના લગ્ન માટે શાદી ડોટ કોમ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાન કંપનીમાં નોકરી કરતા પ્રકાશ પાટીલ નામના યુવકે ફોન કરીને પોતે શાદી ડોટ કોમમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. શિવાનીબેને પિતરાઈ ભાઈના રજિસ્ટ્રેશન ચાર્જ પેટે સંબંધી મહિલા પાસે બોડકદેવમાં આવેલી શાદી ડોટ કોમની ઓફિસે જઈ રૂ.25 હજાર જમા કરાવ્યા હતા.
ADVERTISEMENT
કેનેડાના PR કઢાવી આપવાના બહાને પૈસા પડાવ્યા
જોકે બાદમાં પ્રકાશ પાટીલ વારંવાર શિવાનીબેનને ફોન કરતો અને પોતે વિદેશ જવાની કન્સલ્ટન્સી શરૂ કરી હોવાની વાત કરી હતી. આથી શિવાનીબેને પોતાના અને દીકરાઓ માટે કેનેડા જવાના PR કઢાવી આપવા વાત કરી હતી. પ્રકાશે 2021માં કેનેડાના PR કઢાવી આપવાના બહાને શિવાની બેન પાસેથી ટુકડે-ટુકડે કરીને 16.58 લાખ રૂપિયા ઓનલાઈન તેમજ આંગડિયા મારફતે પડાવ્યા હતા. જોકે આ બાદ પણ કેનેડાના PR ન મળતા તેમણે પૈસા પાછા માગ્યા હતા.
પૈસા પાછા માગતા આપી ધમકી
પ્રકાશ પાટીલે રૂ.2.38 લાખ પરત કરી દીધા પરંતુ બાકીના 14.20 લાખ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરતો હતો. બાદમાં તેણે શિવાનીબેનને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો જેમાં લખ્યું હતું કે, ‘મારી પાસે પૈસા માગશો તો હું મરી જઈશ અને તમારું નામ લખીને ફસાવી દઈશ’. જેથી મહિલા પ્રોફેસર કોલ કરવાના બંધ કરી દીધા હતા. જોકે બાકીના 14.20 લાખ પાછા લેવા માટે તેમણે સાયબર સેલમાં અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા પ્રકાશ પાટીલ નામના યુવક સામે ફરિયાદ આપી હતી. હાલમાં આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT