સુરતમાં શાકભાજી વેચનારો નીકળ્યો D ગેંગનો શૂટર, પોલીસે પિસ્તોલ સાથે ધરપકડ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/ સુરતઃ ગુજરાત શહેરની પોલીસ છેલ્લા ઘણા સમયથી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી રહી છે. તેવામાં અત્યારસુધી ઘણા શૂટર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે. તેવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં શાકભાજી વેચી રહેલા D કંપનીના શૂટરની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી Loaded પિસ્તોલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી
સુરત ક્રાઈમ બ્રાન્ચે D કંપનીના શૂટર કૂકરાન સૈયદની ધરપકડ અંગે જાણ કરતા સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર લલિત વાઘડિયાએ કહ્યું કે સબ ઈન્સ્પેક્ટર કીર્તિપાલસિંહને ગુપ્તચર દ્વારા જાણકારી મળી હતી. જેમાં તેમણે બાતમીના આધારે શૂટરની ધરપકડ કરી હતી. સૌથી પહેલા તેને જાણ થઈ કે એક શાકભાજી વેચનારા પાસે કેમ પિસ્તોલ મળી ગઈ છે. ત્યારપછી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને શાકભાજી વેચનારા કુકરાન સૈયદની ધરપકડ કરી લીધી અને આગળ કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

ADVERTISEMENT

કુકરાન સૈયદ વિશે જાણકારી આપતા ઈન્સપેક્ટર લલિત વાઘડિયાએ જણાવ્યું કે તે સુરતના બઢેખા ચકલા ફિરદોષ ટાવરમાં રહે છે અને પાલનપુર પાટિયા વિસ્તારમાં શાકભાજી વેચતો હતો. તે મૂળ મુંબઈનો છે પરંતુ 2010થી સુરતમાં વસવાટ કરે છે. તેવામાં મુંબઈ પોલીસે એને તડીપાર કરી દીધો હતો જેથી તે અહીં જ શિફ્ટ થઈ ગયો હતો. તે મુંબઈમાં ડી કંપની માટે કામ કરતા ફઈમ સાથે કામ કરી રહ્યો હતો.

કુકરન સૈયદ સુરતમાં 2010થી વસવાટ કરે છે
મુંબઈથી સ્થળાંતર થયા બાદ 2010થી સુરતમાં રહેતા કુકરન સૈયદ પણ અહીં રહેતો નહોતા. પોતાની ગુનાખોરીની દુનિયાને આગળ વધારવા માટે તેણે ગુનાહિત ઘટનાઓ આચરી હતી, તેણે સુરતમાં પણ એક ગેંગ તૈયાર કરી હતી. કુકરન સૈયદ વર્ષ 2013માં પણ સુરત ક્રાઈમ બ્રાંચના હાથે હથિયારો સાથે ઝડપાઈ ચુક્યો છે. 2016માં કુકરન સૈયદ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મીંડી ગામમાં રહેતા પૂર્વ સરપંચના ઘરમાં ઘુસીને આતંક મચાવીને 5 લાખથી વધુની રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ગુનેગાર સુરતમાં ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો. વર્ષ 2019માં પણ સુરતના રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

સુરત ક્રાઈમ બ્રાન્ચ શાકમાર્કેટમાંથી શાકભાજી વેચતી વખતે પકડાયેલા ગુનેગાર કુકરન સૈયદની કોલ ડિટેઈલની તપાસ કરશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પોતાની ઓળખ છુપાવીને શાકભાજી વેચતો આ ડી કંપની સાથે સંકળાયેલા કુકરન સૈયદ પોતાની અંગત સુરક્ષા માટે પિસ્તોલ રાખતો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT