ગૃહ રાજ્યમંત્રીનું હોમ ટાઉન સુરત શહેર સૌથી વધુ ગુનાઓ મામલે ફરી એકવાર અવલ્લ, જુઓ લિસ્ટ
અમદાવાદ : રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં ગુનાઓને લઈ ચૌકવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સૌથી વધુ ગુનાઓ મામલે સુરત શહેર…
ADVERTISEMENT
અમદાવાદ : રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં ગુનાઓને લઈ ચૌકવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સૌથી વધુ ગુનાઓ મામલે સુરત શહેર ફરી એકવાર પ્રથમ ક્રમાંકે છે. ત્યારે વાહન ચોરી અને મોબાઇલ ચોરીમાં સુરત,અમદાવાદ સહિત મહેસાણા પણ પ્રથમ હરોળમા પહોંચ્યું છે.
રાજ્યમાં સૌ પ્રથમ વાર ઇ એફઆઇઆર કોન્સેપ્ટ લોન્ચ થયો છે. ત્યારે આ દરમિયાન જુલાઈ 2022 મા આ કોન્સેપ્ટ લોન્ચ થયા બાદ રાજ્ય ભરમા છેલ્લા 6 મહિનામાં કુલ 1763 ઇ એફઆઇઆર નોંધાઇ છે. આ દરમિયાન સૌથી વધુ ઇ એફઆઇઆર વાહન ચોરી મામલે દાખલ કરવામાં આવી છે.
સુરતમાં સૌથી વધુ ઇ એફઆઇઆર
રાજ્યમાં સૌથી વધુ ગુના નોંધાયા હોય તેવા પ્રથમ પાંચ શહેરોમાં સુરત પ્રથમ ક્રમાંકે છે. સુરત મા સૌથી વધુ 360 એફઆઇઆર દાખલ થઈ છે. ત્યારબાદ અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા તેમજ ખેડા આણંદ મા સૌથી વધારે ગુના નોંધાયા છે. ત્યારે સૌથી ઓછા ગુના નોંધાયા હોય તેવા શહેરો મા ડાંગ – આહવા પ્રથમ ક્રમાંકે છે.
ADVERTISEMENT
ઇ એફઆઇઆર મામલે તંત્ર કડક
કેન્સલ થઇ જાય તેવા પ્રયાસ કરનારા પોલીસ અધિકારીઓ સરકાર માટે ઇ એફઆરઆઈ મુસીબત બની છે. ત્યારે આવા અધિકારીઓ સામે પગલા લેવાની રણનિતી તૈયાર કરવામાં આવી છે. કર્મચારીને એક વાર શંકાનો લાભ અપાશે , ટ્રેનિંગ આપવામાં આવશે.પરંતુ ત્યારબાદ પણ જો પોલીસ અધિકારી ઇ એફઆઇઆર મામલે જાણી જોઇને શરતચૂક કરશે તો *તેની સામે કડક મા કડક પગલાં લેવાશે. આવા કર્મચારીના પ્રમોશન રોકવાથી લઇને નોકરી માંથી બરતરફ કરવા સુધીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
કયા શહેર મા કેટલી ઇ એફઆઇઆર નોંધાઇ ?
અમદાવાદ ગ્રામ્ય -31
પાટણ -52
વલસાડ -29
નર્મદા – 05
દાહોદ – 62
ખેડા -62
છોડા ઉદેપુર -16
આણંદ – 65
અરવલ્લી -07
નવસારી -09
જૂનાગઢ -21
વડોદરા – ગ્રામ્ય – 16
અમરેલી – 18
મોરબી – 30
સુરત ગ્રામ્ય – 45
રાજકોટ ગ્રામ્ય – 28
રાજકોટ સિટી – 102
મહીસાગર – 08
ગીર – સોમનાથ -16
પોરબંદર – 08
બોટાદ -૦૮
મહેસાણા -82
ગાંધીધામ -24
અમદાવાદ સિટી -340
ભરુચ – 23
ડાંગ – આહવા – 02
કચ્છ ભુજ – 07
બનાસકાંઠા -36
સુરત સિટી – 360
તાપી – 03
વડોદરા સિટી – 73
ગાંધીનગર -31
ભાવનગર -42
સાબરકાંઠા -12
સુરેન્દ્ર નગર -10
જામનગર – 08
ગોધરા – 10
દેવભૂમિ દ્વારકા -01
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT