સુરતમાં લેડી ડોન ભૂરીનો ફરી આતંક, જાહેરમાં છરો લઈને રોડ પર કરી મારામારી, જુઓ CCTV

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/ સુરત: સુરતમાં લેડી ડોન ભૂરીનો ફરી એકવાર આતંક સામે આવ્યો છે. જેમાં રોડ પર લેડી ડોન હાથમાં છરો લઈને મારામારી કરતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ત્યારે હવે સ્થાનિક લોકો લેડી ડોનના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને આ અંગે પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરી હતી.

સ્થાનિકોની ફરિયાદ છતાં પગલા ન લેવાતા હોવાનો આક્ષેપ
લેડી ડોન ભૂરીનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં લેડી ડોન રોડ પર જાહેરમાં છરો લઈને જતા દેખાય છે અને એક યુવક સાથે મારામારી કરતા દેખાય છે. ભૂરીના આતંકથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે અને તેમનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ તંત્રને આ મુદ્દે ઘણીવાર રજૂઆતો કરી છે. જોકે તેમ છતાં લેડી ડોન અને તેના સાગરીતો સામે કોઈ પગલા લેવામાં નથી આવતા. ત્યારે પુણા પોલીસ સ્ટેશને લોકો રજૂઆત કરવા માટે એકઠા થયા હતા.

સુરતમાં ભૂરીના આતંકના CCTV

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT