સુરતમાં જૈન સમાજની 3 કિમી લાંબી રેલી, સમ્મેત શિખરજીને તીર્થસ્થાન જાહેર કરવાની માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ઝારખંડમાં સ્થિત સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત થતા જ દેશભરમાં જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર જૈન સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં વિરોધમાં રેલી કાઢવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતમાં પણ 3 કિલોમીટર લાંબી મૌન રેલી જૈન સમાજ દ્વારા કાઢવામાં આવી હતી. સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારના સરગમ શોપિંગ સેન્ટરથી કલેક્ટર ઓફિસ સુધી હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરીને રેલી કઢાઈ હતી અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ જૈન સમાજના લોકોએ ઝારખંડ સરકારના નિર્ણયને પાછો લેવાની માગણી છે.

શેત્રુજય પર્વત પર અસામાજિક તત્વોના અતિક્રમણનો પણ વિરોધ
નોંધનીય છે કે સમ્મેત શિખરજી લાખો જૈનોની આસ્થાનું પ્રતિક છે. આ સ્થળને પર્યટન સ્થળ જાહેર કરાતા તેમની લાગણી દુભાઈ છે અને તેમનું કહેવું છે કે આ કોઈ પર્યટન સ્થળ નથી પરંતુ તીર્થસ્થાન છે. આ કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સરાકારના આ નિર્ણયને બદલવા માટે વિરોધ કરવા જૈન સમાજના લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. બીજી તરફ શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંકના પણ સુરતમાં જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે વિરોધમાં જોડાયા હતા.

આ પણ વાંચો: ચરોતરમાં પ્રતિ કિલો રિંગણના 1 રૂપિયો મળતા ખેડૂતો નારાજ, પાક ગાયોને ખવડાવવા લાચાર

ADVERTISEMENT

શેત્રુંજય પર્વત પર હવે પોલીસ ચોકી ઊભી કરાશે
ભાવનગરમાં શેત્રુંજય પર્વત પર પણ અસામાજિક તત્વોના ત્રાસના કારણે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે આ ઘટનાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં વેપારીઓએ બંધ પાળ્યો હતો. સમગ્ર ઘટનાના ઘેરા પડઘા ઠેર-ઠેર પડ્યા હતા. જે બાદ રાતો રાત શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1 પીએસઆઈ, 2 એએસઆઈ અને 10 પોલીસ કર્મચારીઓના સ્ટાફ સાથે અહીં શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકી ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આ ચોકી તાત્કાલીક અસરથી બનાવવામાં આવે તેવો પોલીસ વડાનો આદેશ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)

 

    follow whatsapp

    ADVERTISEMENT