AAPના સુરત પૂર્વના ડમી ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચી લીધું, હવે આ 14 ઉમેદવારો વચ્ચે જંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતમાં ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય ડ્રામા સર્જાયો છે. AAPના સુરત પૂર્વના ઉમેદવાર કંચન ઝરીવાલાએ ફોર્મ પાછું ખેંચી લેતા AAP દ્વારા ભાજપનો આમાં હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. પાર્ટી દ્વારા મેન્ડેટ ન મળતા AAPના ડમી ઉમેદવારે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.

ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચ્યું
સુરતમાં મંગળવારે AAPના ઉમેદવાર કંચન ઝરીવાલા ફોર્મ ભર્યા બાદ પરિવાર સાથે આખી રાત ગાયબ રહ્યા અને બુધવારે સવારે તેઓ સીધા નોડલ ઓફિસરની કચેરીએ પહોંચ્યા અને ફોર્મ પરત ખેંચી લીધું હતું. કંચન ઝરીવાલા સાથે ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ ફોર્મ ભર્યું હતું. પરંતુ પાર્ટીનું મેન્ડેટ ન હોવાના કારણે તેમને પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. એવામાં AAP દ્વારા સુરત પૂર્વ બેઠકથી હવે કોઈ ઉમેદવાર ચૂંટણી નહીં લડી શકે. ત્યારે જોવાનું રહેશે કે પાર્ટીએ ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે, ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ નિર્ણય આવે છે કે પછી ચૂંટણી પંચ તેમના આયોજન મુજબ જ ચૂંટણી પ્રક્રિયા આગળ વધારે છે.

સુરત પૂર્વથી હવે કોણ મેદાનમાં?
AAPના કંચન ઝરીવાલા અને ડમી ઉમેદવારે સુરત પૂર્વથી ફોર્મ પાછું ખેંચી લીધા બાદ હવે ભાજપ, કોંગ્રેસ તથા અપક્ષથી ચૂંટણી લડતા 14 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે અને 7 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે.

ADVERTISEMENT

  • અરવિંદ રાણા- ભાજપ
  • અબ્દુલસમદ મુનસી- બહુજન સમાજ પાર્ટી
  • મનસુર અહમદ- સમાજવાદી પાર્ટી
  • નુરુભાઈ શેખ- અપક્ષ
  • સમીર શેખ- અપક્ષ
  • પરેશ ખેર- અપક્ષ
  • વસીમ કુરેશી- AIMIM
  • રીયાઝખાન પઠાણ – અપક્ષ
  • કરીમખાન પઠાણ- ભારતીય બહુજન કોંગ્રેસ
  • અસ્લમ સાયકલવાલા- કોંગ્રેસ
  • શાહબુદ્દીન માલબારી- અપક્ષ
  • મોહંમદ ફૈઝ મોહંમદ ફારુક મુલ્લા- અપક્ષ
  • ઈબ્રાહિમ નાગોરી- અપક્ષ
  • મનહાજ પટેલ- અપક્ષ

ભાજપ પર લાગ્યા હતા આક્ષેપ
કંચન ઝરીવાલા ગુમ થતા રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, સુરત ઈસ્ટ સીટથી AAPના ઉમેદવાર કંચન ઝરીવાલાને કાલ સવારથી ભાજપના લોકોએ કિડનેપ કરી લીધા છે. ભાજપ ગુજરાતમાં ભાજપ એટલું ડરી ગયું છે કે AAPના ઉમેદવારનું અપહરણ કરી રહ્યા છે. કાલ સવારથી તેમને ભાજપના લોકો દ્વારા તેમને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કંચન ઝરીવાલા અને તેમના પરિવારે વાત ન માની તો ભાજપના લોકોએ તેમને પોતાની કસ્ટડીમાં લઈને રિટર્નિંગ ઓફિસરની ઓફિસે ફોર્મ પાછું ખેંચાવા લઈ ગયા. બપોરે 1 વાગ્યાથી કંચન ઝરીવાલાનો ફોન બંધ છે. તેમનું લોકેશન કોઈને ખબર નથી અને ભાજપના ગુંડાઓએ અમારા ઉમેદવારને કિડનેપ કરી લીધા. તેમના પર શારીરિક-માનસિક દરેક રીતે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT