સુરત હીરાના વેપારીઓને ભારત રત્ન મળવો જોઈએ, સત્તા પરિવર્તનમાં 10 દિવસ જ બાકી- કેજરીવાલ
સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કેજરીવાલે સુરતમાં હીરાના વેપારીઓની સભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે હીરાના…
ADVERTISEMENT
સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કેજરીવાલે સુરતમાં હીરાના વેપારીઓની સભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે હીરાના વેપારીઓને ભારત રત્ન આપવો જોઈએ એવું નિવેદન આપ્યું હતું. આની સાથે વેપારીઓને દાદાગીરી, ગુંડાગીરી કરતા લોકોથી બચાવવાથી લઈ પેમેન્ટ પેન્ડિંગના પ્રશ્નના નિરાકરણ માટે વ્યવસ્થા કરવાનો વાયદો પણ અરવિંદ કેજરીવાલે કર્યો હતો.
27 વર્ષથી લોકો પાસે વિકલ્પ નહોતો, 10 દિવસમાં સત્તા પરિવર્તન નક્કી- કેજરીવાલ
કેજરીવાલે વધુમાં કહ્યું કે વેપારીઓ પાસે 27 વર્ષથી કોઈ વિકલ્પ નહોતો એટલે ભાજપને મત આપતા હતા. આ વખતે ભગવાને વિકલ્પ આપ્યો છે. તેથી આમ આદમી પાર્ટી પરિવર્તન લાવશે તેવું કેજરીવાલે જણાવ્યું હતું. કેજરીવાલે કહ્યું કે હું કોઈને કઈ જ નહીં થવા દઉં. 10 દિવસ બાકી છે સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. તમારે ડરવાની જરૂર નથી. તમે ફોનના દરેક ગ્રુપમાં પરિવર્તન લખજો બધા જાણી જશે કે પરિવર્તન એટલે આમ આદમી પાર્ટી.
હીરાના વેપારીઓને ભારત રત્ન આપો- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે સુરતના હીરાના વેપારીઓને ભારત રત્ન મળવો જોઈએ, જેવી રીતે દેશની અર્થ વ્યવસ્થામાં તેઓ યોગદાન આપી રહ્યા છે. એને જોતા આ સન્માન તો તેમને આપવું જોઈએ. હું નેતા નથી તમારી જેમ વેપારી વર્ગથી આવું છું. મારા દાદા અને નાનાની દુકાનો હતી. વેપારીને કામ કરવામાં કેટલ મુશ્કેલી પડે છે એ હું જાણું છું.
ADVERTISEMENT
કેજરીવાલે વધુમાં કહ્યું કે ગોપાલ ઈટાલિયાને જે પત્રમાં સવાલ પૂછાયા હતા તેમાં લગભગ દરેક વેપારીઓએ કહ્યું કે ગુંડાગીરી કરી, દાદાગીરી કરી કેટલાક લોકો રૂપિયા ઉઘરાવી રહ્યા છે. મારા મતે દરેક વેપારીને યોગ્ય માન સન્માન મળવું જોઈએ અત્યારે તો કોઈપણ નાનો કાર્યકર્તા વેપારીને ધમકાવી જાય છે. દિલ્હીમાં પ્રોફેશનલ ટેક્સ નથી લાગતો હવે ગુજરાતમાં પણ નહીં લાગે જો અમારી સરકાર બની તો. GIDCની મદદથી જગ્યા આપવી પડે, જેથી તમારે વધુ ભાડા આપી કામ કરવાની જરૂર ન પડે.
ADVERTISEMENT