સુરતના માફિયાએ મગાવેલો રૂ.57 લાખનો ગાંજો ઝડપાયો, 3 રાજ્યમાંથી બચીને નીકળેલી ટ્રક ગુજરાતમાં પકડાઈ
સુરત: તાપી જિલ્લાની સરહદે આવેલા ઉચ્છલ તાલુકા હાઈવે પરથી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી SOGએ ટ્રકમાંથી 573 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. રૂ. 57 લાખની…
ADVERTISEMENT
સુરત: તાપી જિલ્લાની સરહદે આવેલા ઉચ્છલ તાલુકા હાઈવે પરથી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી SOGએ ટ્રકમાંથી 573 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. રૂ. 57 લાખની કિંમતનો આ ગાંજો ઓરિસ્સાથી મોકલવામાં આવ્યો હતો અને અમદાવાદના રસ્તેથી પાટણ સુધી પહોંચાડવાનો હતો. જે અંગે બાતમી મળ્યા બાદ પોલીસે હાઈવે પર પેટ્રોલિંગ કરીને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે ટ્રકમાંથી 3 આરોપીઓ પણ ઝડપાયા હતા.
ઓડિસાથી આવી રહ્યો હતો ગાંજો
મહારાષ્ટ્ર તરફથી આવતી પંજાબ પાસિંગની ટ્રકમાં ગાંજો હોવાની પોલીસને બાતમી મળી હતી. જે મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચે અને તાપી SOGની ટીમે હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રક દેખાતા તેને ઊભી રાખીને તપાસ કરવામાં આવી હતી. જેમાં ટ્રકની કેબિનમાં તપાસ કરતા જુદા જુદા ખાનામાં ભૂરા કલરની કોથળી અને પેપરમાં લપેટેલા ડાળી, ડાળખા અને બી સાથે ગાંજાના 64 જેટલા પાર્સલ મળી આવ્યા હતા. જ્યારે 3 આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા હતા. જેમની પૂછપરછમાં મહેસાણાથી વધુ 3 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પાટણ સુધી પહોંચાડવનો હતો પ્લાન
ઓરિસ્સાથી મોકલેલા ટ્રકમાં આ રીતે ગાંજો ભરીને તેને પાટણ લઈ જવાનો હતો અને ત્યાંથી તેને જુદા જુદા સ્થળોએ મોકલવાનો હતો. પોલીસે રૂ.57 લાખની કિંમતનો 573 કિલો ગાંજો તથા ટ્રક સહિતનો મુદ્દામાલ હાલ કબજે કરી લીધો છે. ગાંજો મંગાવનારી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર વિજય કુલપતિ હોવાનું સામે આવ્યું છે. વિજય મૂળ ઓરિસ્સાનો વતની છે અને હાલ સુરતના વેસુ ખાતે રહે છે. તેની વિરુદ્ધ અગાઉ પણ ગાંજાને લઈને ગુનાઓ દાખલ થયા છે. હાલમાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT