સુરતમાં BJP નેતાના પુત્રનો વટ પાડતો વરઘોડો, 100 લક્ઝુરિયસ કાર વચ્ચે બળદગાડામાં 2 કિમી લાંબી જાન નીકળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં લગ્નના પ્રસંગમાં અનોખો વરઘોડો જોવા મળ્યો હતો. વરરાજા બળદગાડામાં અને તેની આગળ પાછળ 100 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મોટા વરાછાથી ઉતરાણ સુધીના બે કિલોમીટર લાંબા વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાના લગ્નમાં જાનમાં પડ્યો વટ
હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જેને લઇ શહેરમાં જુદા જુદા સ્થળે લગ્નનું આયોજન જોવા મળી રહ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગ્નની શરણાઈઓ વાગી રહી છે. આ બધામાં પોતાના લગ્નનો પ્રસંગ અન્ય કરતાં કંઈક અલગ કરવા માટેની થીમ પણ જોવા મળી રહી છે. અને અવનવી થીમ પર થતા લગ્ નું આયોજન લોકોમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ત્યારે સુરતના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના લગ્ન ભારે ચર્ચામાં રહ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત મોના (વઘાસિયા )દ્વારા તેમના બંને પુત્રના લગ્નનો અનોખો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજાનો વટ પાડી દીધો હોય એમ 100 વૈભવી ગાડી સાથે જાન લઈને વરઘોડો મંડપ પહોંચ્યો હતો, પણ વરરાજા ખુદ બળદગાડામાં બેસીને આવ્યો હતો. મોટા વરાછામાં નીકળેલા આ વરઘોડાને નજર સમક્ષ જોનારા સૌકોઇ દંગ રહી ગયા હતા.

રસ્તા પર 2 કિમી લાંબો વરઘોડો નીકળ્યો
મોટા વરાછાના રીવર પેલેસમાં રહેતા પ્રતિક ભરતભાઈ વઘાસીયાના લગ્નપ્રસંગે ગુરુવારે અનોખો વરઘોડો નીકળ્યો હતો. સાંજે 5 વાગ્યે વરઘોડો રીવર પેલેસથી નીકળી ઉત્રાણ સ્થિત પાર્ટીપ્લોટ પહોંચ્યો હતો. દરમિયાન 2 કિલોમીટરનું અંતર કાપી લગ્નપ્રસંગે પહોંચેલા આ વરઘોડામાં 100 જેટલી લકઝરીયઝ કારનો કાફલો જોવા મળ્યો હતો. તેમાં ફેરારીથી માંડીને BMW, જેગુઆર, હમર, ઓડી, લેન્ડ ક્રૂઝર, ડિમ્પ્રી સહિત 100 જેટલી મોંઘીદાટ લક્ઝુરિયસ કારના કાફલા સાથે વરઘોડો નીકળ્યો હતો. આ કારના કાફલા વચ્ચે વરરાજાની બળદગાડામાં એન્ટ્રી થઇ હતી.

ADVERTISEMENT

50 લાખથી 5 કરોડ સુધીની કાર વરઘોડામાં
ત્યારે પુત્રના વરઘોડાને લઇ ભરત વઘાસીયાએ જણાવ્યું હતું કે, બંને છોકરાઓને ઈમ્પોર્ટન્ટ કારનો શોખ હતો. જેને લઇ મારા વલસાડ, મુંબઈ અને નવસારીના મિત્રો જેટલા હતા તે બધાને બોલાવ્યા હતા. અને એક અલગ પ્રકારના લગ્ન કરવાનો શોખ હતો તે પ્રમાણે આ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં જુદી-જુદી મોંઘી દાટ લક્ઝુરીયસ કાર સાથે વરરાજાનો વરઘોડો લઈને જાન લઈ જવાનું નક્કી કર્યું હતું. 50 લાખથી લઈ પાંચ કરોડ સુધીની કારના કાફલા સાથે મોટા વરાછાથી ઉતરાણ સુધી વરઘોડો કાઢ્યો હતો.

ADVERTISEMENT

વરરાજા બળદગાડામાં માંડવે પહોંચ્યા
વધુમાં ભરત વઘાસિયાએ જણાવ્યું હતું કે, વરરાજા ને બળદ ગાડામાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે બળદ ગાડાની આગળ 50 અને પાછળ 40 થી 50 લક્ઝુરિયસ કાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અમારે સૌરાષ્ટ્રમાં પહેલા લગ્ન થતા હતા ત્યારે વરરાજાની બળદગાડામાં જ જાન જતી હતી. એટલે એ સૌરાષ્ટ્રની પરંપરા અને જાળવી રાખવા મુજબ વરરાજાને બળદગાડામાં બેસાડ્યા હતા.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT