સુરતમાં માતા સાથે રસ્તો ઓળંગતા 7 વર્ષના બાળકનું સ્કૂલ બસની ટક્કરે મોત, માતાને એક ઉઝરડો પણ ન પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતના પાલ વિસ્તારમાં મહાશિવરાત્રિના પર્વના એક દિવસ પહેલા જ ચકચારી ઘટના બની છે. જેમાં સ્કૂલ બસે 7 વર્ષના બાળકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે. માતા સાથે બાળક રસ્તો ઓળંગી રહ્યું હતું દરમિયાન પૂરપાટ આવતી સ્કૂલ બસે ટક્કર મારી હતી. જેથી બાળકને અડાજણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત થઈ ગયું. અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ છવાઈ ગયો હતો.

ડિવાઈરથી નીચે ઉતરતા જ બાળક હાથમાંથી છૂટ્યો
ઘટનાની વિગતો મુજબ, માતા 7 વર્ષના દીકરા સાથે રસ્તો ઓળંગી રહી હતી. જેવો તે ડિવાઈડરથી નીચે ઉતર્યો એટલામાં માતાના હાથમાંથી છૂટી ગયો અને સામેથી આવતી કન્ટ્રી સાઈડ ઈન્ટરનેશનલ બસની અડફેટે આવી ગયો હતો. બસ નીચે આવી જતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જ્યારે તેની માતાનો ચમત્કારિક બચાવ થયો હતો અને શરીર પર એક ઘસરકો પણ નહોતો આવ્યો.

પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો
સમગ્ર અકસ્માતના બનાવને પગલે પોલીસને જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં તો પોલીસે આ સ્કૂલ બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી લીધો છે અને અકસ્માત કેવી રીતે બન્યો તે મામલે તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT