સુરતમાં આંગણામાં રમતી 2 વર્ષની ભત્રીજી પર કાકાની કારનું ટાયર ફરી વળ્યું, 5 સેકન્ડમાં જ દર્દનાક મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/ સુરત: સુરતમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના ઘટી છે. ગડોદરા વિસ્તારમાં ઘર આગળ રમી રહેલી ભત્રીજી કૌટુંબિક કાકાની કાર નીચે જ કચડાઈ જતા તેનું દર્દનાક મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પરિવારની નજર સામે જ હસતી-રમતી બાળકીનું મોત થઈ જતા શોક છવાઈ ગયો હતો.

ઘર આંગણે રમતી બાળકી પર કારનું ટાયર ફરી વળ્યું
ઘટના મુજબ, સુરતના ગડોદરામાં આવેલી ગણેશનગરમાં ઘરના આંગણામાં રમી રહી હતી. દરમિયાન કાકા કાર લઈને અંદર આવી રહ્યા હોય છે. કાર જોતા જ બાળકી તેમની બાજુ જાય છે, ત્યાં વળાંક લેતા સમયે તે કારના આગલા ટાયર નીચે આવી જાય છે. બીજી તરફ કાકા પણ આગળ ભત્રીડીની ઉપસ્થિતિથી અજાણ હોય કાર ચઢાવી દે છે. એવામાં બાળકીનું ત્યાં જ કરુણ મોત થઈ જાય છે.

આ પણ વાંચો: થલતેજમાં AMCની કલેક્શન ટીમ પર નિવૃત્ત IASના દીકરાનો હુમલો, છરી મારી, માથામાં કાચનો ગ્લાસ ફોડ્યો

ADVERTISEMENT

હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી
અકસ્માત બાદ બાળકીને સારવાર માટે પરિવાર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે મુજબ, અંકલેશ્વર GIDCમાં રહેતા વશરામભાઈ જીંજાળા પરિવારના સભ્યો સાથે સાસરીમાં પ્રસંગ હોવાથી સુરત આવ્યા હતા. વશરામભાઈની 2 વર્ષની દીકરી પ્રિંજલ ઘર આગળ રમી રહી હતી દરમિયાન કાર નીચે તે આવી ગઈ હતી. હાલમાં ગડોદરા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT