Article 370 Judgement: 4 વર્ષ, 4 મહિના અને 6 દિવસ પછી મોદી સરકારના નિર્ણય પર ‘સુપ્રીમ’ મહોર, SCએ કહ્યું- કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

Article 370 Judgement: સુપ્રીમ કોર્ટમાંથી સોમવારે મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. CJI ડી.વાય ચંદ્રચુડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારનો નિર્ણય લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો.

SCમાં દાખલ કરાઈ હતી 22 અરજીઓ

5 ઓગસ્ટ, 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી દીધી હતી, સાથે જ રાજ્યને બે ભાગો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યું હતું અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા હતા. કેન્દ્રના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જે તમામની સુનાવણી બાદ કોર્ટે સપ્ટેમ્બરમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

370 નાબૂદ થયાના 4 વર્ષ, 4 મહિના અને 6 દિવસ પછી સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશો જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

ADVERTISEMENT

રાષ્ટ્રપતિ પાસે અધિકાર છેઃ સુપ્રીમ કોર્ટ

ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અસ્થાયી જોગવાઈ છે. SCએ સ્વીકાર્યું કે,રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય દ્વારા લેવામાં આવેલા કેન્દ્રના નિર્ણયને પડકારી શકાય નહીં. જમ્મુ-કાશ્મીરની બંધારણસભાની ભલામણો રાષ્ટ્રપતિ માટે બાધ્યકારી નથી અને ભારતના બંધારણની તમામ કલમો જમ્મુ-કાશ્મીર પર લાગુ થઈ શકે છે. કલમ 370(3) હેઠળ રાષ્ટ્રપતિને કલમ 370 નિષ્પ્રભાવી કરવાનો અધિકાર છે.

ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટના નિર્ણયના મુખ્ય મુદ્દાઓ

– રાષ્ટ્રપતિ પાસે કલમ 370 હટાવવાનો અધિકાર છે. કલમ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે સાચો હતો.
– બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ-કાશ્મીર પર લાગુ પડે છે. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના એકીકરણ માટે હતો.
– જમ્મુ-કાશ્મીરમાં જલ્દી ચૂંટણી માટે પગલાં ભરવા જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવી જોઈએ.
– જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો જલ્દીથી પુનઃસ્થાપિત થવો જોઈએ.
– કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી. જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ અને કાશ્મીરમાં કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી.

 

    follow whatsapp

    ADVERTISEMENT