બિલકિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને સવાલ, સોગંદનામામાં આટલા બધા ચૂકાદાનો સંદર્ભ કેમ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગુજરાતમાં રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપના દોષિતોને મુક્ત કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર આજે સુનાવણી થઈ હતી. બિલકિસ બાનોને દોષિતોને છોડવા પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઘણા સણસણતા પ્રશ્નો પૂછ્યા. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 29મી નવેમ્બરે થશે.

સુપ્રીમ કોર્ટે સરકારને શું સવાલ કર્યા?
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટીસ સીટી રવિકુમારની બેન્ચે બિલકિસ બાનોના દોષિતોને મુક્ત કરવા વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અજય કુમાર રસ્તોગીએ કહ્યું કે, ગુજરાત સરકારે ગત રાત્રે મસ મોટું સોગંદનામું દાખલ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે પણ તેને સવાલે ન્યૂઝ પેપરમાં વાંચ્યું છે. ગુજરાત સરકારે પોતાના જવાબમાં આટલા બધા ચૂકાદાઓને સંદર્ભ કેમ આપ્યો છે. વાસ્તવિક પાસાઓ ક્યા છે? વિવેકનો ઉપયોગ ક્યાં છે? જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું કે, આ સવાલ સોગંદનામું ડ્રાફ્ટ કરનારા પોતાના વકીલને પૂછો.

સરકારે શું દલીલ કરી?
જ્યારે ગુજરાત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અજાણ્યા ગુનાહિત મામલામાં અદાલત ન જઈ શકે. તેમણે કહ્યું કે, અરજી દાખલ કરનારા લોકોનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં આ દલીલ કરી કે આ તર્ક તમામ અરજકર્તાઓ પર લાગુ પડે છે. તેના પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના વકીલને કહ્યું કે, તમે અરજી પર ગંભીર આપત્તિ દર્શાવી છે. તમે ઈચ્છો તો અરજકર્તાઓને ગુજરાત સરકારના જવાબ પર પોતાની વાત કોર્ટમાં જણાવી શકો છો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી દાખલ સોગંદનામું પણ તમામ પક્ષકારોને પૂરું પાડવા માટે આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

અરજકર્તા પક્ષે જવાબ આપવા સમય માગ્યો
અરજકર્તાઓએ ગુજરાત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામાનો જવાબ હજુ દાખલ નથી કર્યો. અરજકર્તાઓ તરફથી તેમના વકીલ કપિલ સિબ્બલે ગુજરાત સરકારના સોગંદનામાનો જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2001ના રમખાણ દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપના દોષિતોની સજા ઓછી કરીને સમય પહેલા જ તેમને મુક્ત કરી દીધા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT