અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે એક્સપર્ટની કમેટી બનાવી, SEBIને 2 મહિનામાં રિપોર્ટ સોંપવાનો આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. નિવૃત્ત જસ્ટિસ એ.એમ સપ્રે કોર્ટ દ્વારા રચાયેલી સમિતિનું નેતૃત્વ કરશે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે SEBI આ મામલામાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં તેનો રિપોર્ટ આપશે.

6 સભ્યોની ટીમ તપાસ કરશે
સુપ્રીમ કોર્ટ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું હતું કે કોર્ટ પોતાના તરફથી કમિટી બનાવશે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ અભય મનોહર સપ્રેના નેતૃત્વમાં કમિટી બનાવી છે. કમિટીના અન્ય સદસ્યોમાં ઓપી ભટ્ટ, જસ્ટિસ જેપી દેવધર, કેવી કામથ, નંદન નિલકેની, શેખર સુંદરેશન પણ સામેલ હશે.

SEBI પોતાની તપાસ ચાલુ રાખશે
એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે 6 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સેબી પહેલાથી જ હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયોલેશન સહિતના બંને આરોપોની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સેબીની તપાસ ચાલુ રહેશે. સેબીએ 2 મહિનામાં પોતાનો રિપોર્ટ આપવાનો છે.

ADVERTISEMENT

ગૌતમ અદાણીએ સમગ્ર મામલે ટ્વીટ કરીને શું કહ્યું?

ADVERTISEMENT

શું હતો મામલો?
અમેરિકન ફર્મ હિંડનબર્ગે તાજેતરમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે આ આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજદારોએ હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT