સુમનબેન ચૌહાણે સસરા પર સાધ્યું નિશાન, કહ્યું- જે ઘરના ન થયા એ કોઈના નહીં થાય
પંચમહાલઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં એક જ પરિવારમાંથી કોંગ્રેસ અને ભાજપમાં જોડાયેલા સભ્યોના કિસ્સા પણ ઘણા સામે આવી રહ્યા છે.…
ADVERTISEMENT
પંચમહાલઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં એક જ પરિવારમાંથી કોંગ્રેસ અને ભાજપમાં જોડાયેલા સભ્યોના કિસ્સા પણ ઘણા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો પંચમહાલનો છે. જેમાં BJPના સુમનબેન ચૌહાણે પોતાના જ સસરા પ્રભાતસિંહ જે કોંગ્રેસમાં તેમના પર નિશાન સાધ્યું હતું. સુમનબેને એક કાર્યક્રમમાં સસરા વિશે ટિપ્પણી કરતા રાજકારણ ગરમાયું છે.
ઘરના નથી થયા એ કોઈના નહીં થાય- સુમનબેન ચૌહાણ
ભાજપના સુમનબેન ચૌહાણે કાલોલ વિધાનસભા વિસ્તારમાં એક સભા દરમિયાન પોતાના જ સસરા પ્રભાતસિંહ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે ઘરના નથી થયા એ બીજા કોઈના પણ નથી જ થવાના. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ગદ્દારોને માફ ન કરવા જોઈએ. તેમના આ નિવેદનથી અત્યારે રાજકારણ ગરમાઈ ગયું છે.
ADVERTISEMENT
પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ કાલોલ બેઠકથી લડશે
વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાં કાલોલ વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ફતેસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે કોંગ્રેસમાંથી પ્રભાતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું હતું. જોકે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્રવધુ પણ હાજર હતા. એક જ પરિવારના સદસ્યો બે અલગ અલગ પાર્ટીથી એકબીજાના વિરોધમાં પ્રચાર માટે આવતા રાજકારણ ગરમાયું હતું.
With Input: શાર્દૂલ ગજ્જર
ADVERTISEMENT
ADVERTISEMENT