પેશાવરમાં નમાજ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટ, 30 ના મોત અને કાટમાળમાં દટાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પેશાવર : પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે. વિસ્ફોટના કારણે અત્યાર સુધી કુલ 25 લોકોનાં મોત થઇ ચુક્યાં છે, જ્યારે 90 થી વધારે લોકોના ઘાયલ થયાની માહિતી છે. મળતી માહિતી અનુસાર વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, વિસ્ફોટના કારણે મસ્જિકનો એક આખો ભાગ જ તુટી પડ્યો હતો. બ્લાસ્ટમાં પેશાવર પોલીસ લાઇન્સ નજીક આવેલી જોહરની નમાજના સમયે થયો હતો. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિસ્ફોટ બાદ અફડા તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિસ્ફોટ બાદ મસ્જીદનો એક આખો ભાગ ભાંગી પડ્યો હતો
પેશાવરના લેડી રીડિંગ હોસ્પિટલના (LRC) પ્રવક્તા મોહમ્મદ અસીમે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે, ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે. જે પૈકી 15 થી વધારે લોકોની સ્થિતિ હજી પણ ગંભીર છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. માત્ર એમ્બ્યુલન્સની જ અવર જવર થઇ રહી છે. પોલીસ અધિકારી સિકંદર ખાને કહ્યું કે, ઇમારતનો એક હિસ્સો તુટી ગયો છે. તેમાં અનેક લોકો દટાયેલા હોવાની આશંકા છે.

વિસ્ફોટ બપોરે 1.40 વાગ્યાની આસપાસ થયો
પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડૉનના અનુસાર વિસ્ફોટ બપોરે આશરે 1.40 વાગ્યે થયો હતો. વિસ્ફોટની માહિતી મળ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને તેની નિંદા કરી છે. આ અગાઉ પાકિસ્તાનમાં મસ્જિદ પર વિસ્ફોટનો મામલો સામે આવતો રહ્યો છે. 16 મે, 2022 ના રોજ પાકિસ્તાનના કરાંચીમાં એક બ્લાસ્ટ થયો હતો. અહીં MA જિન્ના રોડ પર મેમન મસ્જિદ નજીક વિસ્ફોટ થયો હતો.જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે.

ADVERTISEMENT

પાકિસ્તાનમાં વિસ્ફોટોની હારમાળ
કરાંચીમાં અગાઉ એક બ્લાસ્ટ 13 મે 2022 ના દિવસે થયો હતો. જેમાં પણ એક વ્યક્તિનું મોત અને 13 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ કરાંચીના સૌથી વ્યસ્ત ગણવામાં આવતા વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે, બ્લાસ્ટ એક હોટલની બહાર કચરાપેટીમાં થયો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના એપાર્ટમેન્ટ અને દુકાનો તથા ગાડીઓના કાચ તુટી ગયા હતા. આસપાસની ગાડીઓ અને બાઇકોમાં આગ લાગી ગઇ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT