ખાંડની કિંમતો રડાવશે? ઉત્પાદન અડધો-અડધ થઇ ગયું, એક્સપોર્ટ પર પણ પ્રતિબંધની શક્યતા

ADVERTISEMENT

Sugar Exportban
Sugar Exportban
social share
google news

Sugar Export Ban : ઓક્ટોબરથી નવી ખાંડની સીઝન શરૂ થવાની છે અને ભારત સરકાર આ દરમિયાન એક એવો નિર્ણય લઇ શકે છે જેનાથી ખાંડની કિંમત પર કાબુ મેળવવામાં મોટી સફળતા મળી શકે છે.

Sugar Export Ban

ભારત સરકાર આગામી સીઝન દરમિયાન ખાંડના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી શકે છે. 1 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી ખાંડની સિઝન દરમિયાન એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. દેશમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે અને તેને જોતા નવેમ્બરના પહેલા અઠવાડીયા દરમિયાન શુગર એક્સપોર્ટ પર પ્રતિબંધનું નોટિફિકેશન ઇશ્યું કરી દેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મની કંટ્રોલે સુત્રોના હવાલેથી સમાચાર ચલાવ્યા

મની કંટ્રોલના સમાચારો અનુસાર 28 સપ્ટેમ્બરે તે વાતની માહિતી એક અધિકારીએ બિઝનેસ પોર્ટલને આપી છે. ખાંડની સિઝનની શરૂઆત ઓક્ટોબર મહિના દરમિયાન થાય છે. આવતા અઠવાડીયાના આખરે તે પુર્ણ થઇ જાય છે.

ADVERTISEMENT

ખાંડના ભાવ કાબુમાં રાખવી સરકારની પ્રાથમિકતા

વર્ષ 2021-22 માં રેકોર્ડ 11 મિલિયન ટન ખાંડ વેચ્યા બાદ ભારતે વર્ષ 2022-23 માં ખાંડના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જેના કારણે દેશમાં સ્થાનિક બજારમાં ખાંડની સપ્લાય વગર અબાધિત રીતે આવતી રહે અને કિંમત પર નિયંત્રણ લગાવી શકાય. વર્ષ 2022-23 ના ખાંડના વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ખાંડના એક્સપોર્ટ પર આશરે 6 મિલિયન ટન સુધી અટકાવી દીધો હતો. એક અધિકારીએ મની કંટ્રોલને અપાયેલી માહિતીમાં કહ્યું કે, સરકારની મુખ્ય પ્રાથમિકતા ખાંડની કિંમતોને નિયંત્રિત કરવાની છે.

ટોપના ઉત્પાદક રાજ્યોની ઉત્પાદકતા 50 ટકા ઘટી

દેશના ટોપના ખાંડના ઉત્પાદક રાજ્યો જેવા પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણી કર્ણાટકમાં આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદના કારણે ખાંડનું સિઝનમાં ઓછું ઉત્પાદન થઇ રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં ખાંડના ઉત્પાદનના આંકડા જોઇએ તો ખાંડની સરેરાશ ઉત્પાદન આ વર્ષે 50 ટકા જેટલું ઓછું પ્રોડક્શન જોવા મળી રહ્યું છે. એવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે મહારાષ્ટ્ર અને કર્ણાટક બંન્ને રાજ્યો ભારતના કુલ ખાંડના ઉત્પાદનનો 50 ટકા હિસ્સો ઉત્પાદિત કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT