ગુજરાતમાં મેડિકલ, એન્જિનિયરિંગ, MBA-MCAના વિદ્યાર્થીઓ હવે માતૃભાષામાં પણ ભણી શકશે
ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થાય પહેલા જ સરકાર દ્વારા એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે શિક્ષણમંત્રીએ જીતુ વાઘાણીએ મોટી જાહેરાત…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થાય પહેલા જ સરકાર દ્વારા એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે શિક્ષણમંત્રીએ જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી હતી. જે મુજબ, રાજ્ય સરકારે એન્જિનિયરિંગ અને મેડિકલ, ફાર્મસી, આર્ટીટેક્ચર, MBA, MCAના વિવિધ કોર્ષ માતૃભાષા ગુજરાતીમાં વિદ્યાર્થીઓ ભણી શકે તે માટેનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. તમામ પાઠ્યપુસ્તકોનું સાહિત્ય ગુજરાતીમાં બનાવવા માટે એક કમિટી બનાવી છે. આગામી સત્રથી ગુજરાતી ભાષામાં અભ્યાસ માટેની આ મુજબની વ્યવસ્થા બનશે.
કેબિનેટ બેઠકમાં ચૂંટણી પહેલા વધુ એક મોટો નિર્ણય
જીતુ વાઘાણીએ કહ્યું કે, હમણાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં માતૃભાષામાં સિલેબસની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો લીધો છે. માતૃભાષામાં સમજીને ભણવું એનાથી અનેક કુશળતા અને ક્ષમતાઓ બહાર આવતી હોય છે. આજના યુવાનો એમની જરૂરિયાતો પણ મહત્વની છે અને સરળતાથી જ્ઞાન મેળવીને સ્પર્ધામાં ઊભો રહી શકતો હોય છે, એના માટે રાજ્ય સરકાર, એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસી, આર્કિટેક્ચર, MBA-MCA. જેમાં માતૃભાષા નથી. એમાં માતૃભાષા ગુજરાતીમાં ભણાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
તમામ પાઠ્યપુસ્તકોનું સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવા કમિટી બનાવાઈ
તેમણે જણાવ્યું કે, તમામ પાઠ્યપુસ્તકોનું સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા વ્યાવસાયિક અભ્યાસક્રમોનું ગુજરાતીમાં અનુવાદ કરવા પણ માનદ વેતન અપાય છે. રાજ્ય સરકારે ગત બજેટમાં અમારા વિભાગમાં 50 લાખની ફાળવણી એન્જિનિયરિંગ પુસ્તકોના ગુજરાતીમાં ભાષાંતર માટે કરી હતી. GTU દ્વારા એને કામગીરી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT