પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીને માર મારતા કર્યો આપઘાત, ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

ADVERTISEMENT

navsari
navsari
social share
google news

રોનક જાની, નવસારી:  જિલ્લાના મલવાડા ગામમાં ધોરણ 12માં ધોરણની વિદ્યાર્થિનીએ મોડી રાત્રે તેના ઘરમાં ગળામાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારનો આરોપ છે કે વિદ્યાર્થિની જ્યાં ભણતી હતી તે શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીને અન્ય બાળકો સામે માર માર્યો હતો. શાળાના ડ્રાઈવરે પણ પ્રિન્સિપાલના કહેવાથી વિદ્યાર્થિનીને બેરહેમીથી માર માર્યો હતો, વિદ્યાર્થિનીનો દોષ માત્ર એટલો જ હતો કે તે શાળામાં યુનિટ ટેસ્ટની નોટબુક લઈ જવાનું ભૂલી ગઈ હતી.

પોલીસે આચાર્યનો બચાવ્યો જીવ
વિદ્યાર્થિનીના આપઘાતને લઈને શાળામાં હોબાળો મચ્યો હતો, રોષે ભરાયેલા ગ્રામજનોએ મહિલા આચાર્ય અને શાળામાં ડ્રાઈવર તરીકે કામ  કરતાં તેના પતિને માર મારવાનું શરૂ કર્યું હતું, ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આચાર્ય અને તેના પતિની ધરપકડ કરી હતી. ભીડમાંથી બચાવીને, પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ન્યાયની માંગણી કરી.

કાયદો હાથમાં લેવાની આપી ચીમકી
ટોળાના હાથમાં આવી ગયેલા પ્રિન્સિપાલ અને ડ્રાઈવરને તો પોલીસે બચાવી લીધા હતા પરંતુ રોષે ભરાયેલા ટોળાએ શાળામાં તોડફોડ કરી હતી અને વિદ્યાર્થિની માટે ન્યાયની માંગણી સાથે રેલી કાઢી પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા . ન્યાય માટે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, અમને ન્યાય નહીં મળે તો અમે કાયદો અમારા હાથમાં લઈશું અને બંનેને અમારા પોતાના હાથે સજા કરીશું.

ADVERTISEMENT

પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી
હાલ તો ચીખલી પોલીસે આ મામલે પ્રિન્સિપાલ સંત પટેલ અને તેમના પતિ અક્ષય પટેલ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ જરૂરી છે કે જો પોલીસ આજે સમયસર પહોંચી ન હોત તો પ્રિન્સિપાલ અને તેના પતિ મોબલિન્ચિંગનો શિકાર બન્યા હોત.

    follow whatsapp

    ADVERTISEMENT