વિચિત્ર હુમલો: દિલ્હી-પેરિસ ફ્લાઇટમાં યાત્રી પર લઘુશંકા કરી, તત્કાલ ઇમરજન્સી લેન્ડિંગ
નવી દિલ્હી : એર ઇન્ડિયાની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગના સમાચાર આવ્યા હતા. DGCA ના સુત્રો અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 143 (દિલ્હી-પેરિસ) ને પરત બોલાવવામાં આવી…
ADVERTISEMENT
નવી દિલ્હી : એર ઇન્ડિયાની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગના સમાચાર આવ્યા હતા. DGCA ના સુત્રો અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 143 (દિલ્હી-પેરિસ) ને પરત બોલાવવામાં આવી હતી. હાલ તો આ ફ્લાઇટનું દિલ્હી ખાતે સુરક્ષીત લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું છે. વિમાનમાં કુલ 231 યાત્રીઓ હાજર હતા.
સહયાત્રી પર લઘુશંકાની ઘટનાથી ચકચાર
મળતી માહિતી અનુસાર વિમાનમાં એક સહયાત્રી દ્વારા પેશાબ કરવાની ઘટના મુદ્દે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. જો કે વિમાનન કંપની એર ઇન્ડિયાએ યાત્રીઓ વિરુદ્ધ મોટું પગલું ઉઠાવતા યાત્રીઓને 30 દિવસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાએ કહ્યું કે, આ મુદ્દે પોલીસ ફરિયાદ પહેલા જ દાખલ થઇ ચુકી છે. એરલાઇન્સે આગળ કહ્યું કે, ચાલક દળની ચુક અંગેની તપાસ કરવા માટે આંતરિક સમિતીની રચના કરવામાં આવી છે.
એર ઇન્ડિયા કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ
એક પોલીસ ફરિયાદ પહેલા જ નોંધાઇ ચુકી છે. એર ઇન્ડિયા કાયદાની એઝન્સીઓની સાથે સાથે નિયામક પ્રાધિકરણોની મદદ માટે પ્રતિબદ્ધ છે. એરલાઇન દ્વારા તેમના પર 30 દિવસનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. આગળની કાર્યવાહી માટે ડીજીસીએ મુદ્દે માહિતી આપી છે. તપાસ અને રિપોર્ટિંગ પ્રક્રિયા દરમિયાન કંપની પીડિત યાત્રી અને તેના પરિવાર સાથે સંપર્કમાં છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ કહ્યું કડકમાં કડક કાર્યવાહી માટેની તૈયારી
એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને એર ઇન્ડિયાએ 4 જાન્યુઆરીના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 354, 294, 509 અને 510 અને વાયુ શિલ્પ અધિનિયમની કલમ 23 હેઠળ ફરિયાદ દાખલ થઇ છે.
દિલ્હી પોલીસ ઉપરાંત મહિલા પંચ દ્વારા પણ ફરિયાદ
રાષ્ટ્રીય મહિલા પંચે પણ સ્વયં સંજ્ઞાન લેતા આ મુદ્દે કરવામાં આવેલી કાર્યવાહી પર દિલ્હી પોલીસને તપાસ કરી પાંચ દિવસમાં અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો છે. આયોગે એક વૃદ્ધ મહિલા સાથે આ પ્રકારના વ્યવહાર અંગે દોષીત વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે ટાટા ગ્રુપના ચેરમેનને પણ વ્યક્તિગત્ત હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એક ઉડ્યનમાં નશામાં ધુત્ત એક પુરૂષ યાત્રીને એક મહિલા યાત્રી પર પેશાબ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT