પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, ઘટનાઓ અટકાવવા રેલવેએ લીધો મોટો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વંદે-ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પથ્થરમારો થયો છે. હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત ટ્રેનને મંગળવારે અસામાજિક તત્વોએ નિશાન બનાવી હતી. ટ્રેન ન્યૂ-જલપાઈગુડીના યાર્ડમાં જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.  પથ્થરબાજીની ઘટનાઓને રોકવા માટે આરપીએફએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.

 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 
રેલ્વે સીપીઆરઓએ જણાવ્યું કે 3 જાન્યુઆરીએ બપોરે 1:30 વાગ્યે, નવી જલપાઈગુડી તરફ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ રેલ્વે એક્ટની કલમ 154 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટી ગયા હતા.પ

 પથ્થરબાજીની ઘટનાઓને રોકવા માટે લેવાયો આ નિર્ણય 
CPRO સબ્યસાચી ડેએ કહ્યું – ઘટનાની તપાસ રાજ્ય GRP અને રાજ્ય પોલીસ સાથે RPF દ્વારા કરવામાં આવી રહી છે. પથ્થરબાજીની ઘટનાઓને રોકવા માટે આરપીએફએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.

ADVERTISEMENT

સોમવારે પણ થયો હતો પથ્થરમારો
નવી જલપાઈગુડીથી હાવડા જઈ રહેલી વંદે ભારત ટ્રેન સોમવારે માલદા જિલ્લાના કુમારગંજમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના C-13 કોચના કાચને નુકસાન થયું હતું. આ ઘટનાને લઈને રાજકીય હોબાળો પણ થયો હતો. ભાજપે ટીએમસીના કાર્યકરો પર આરોપો લગાવ્યા હતા. ભાજપના નેતાએ આ મામલાની તપાસ NIA દ્વારા કરાવવાની પણ માંગ કરી હતી.

30 ડિસેમ્બરે વડાપ્રધાને આપી હતી લીલી ઝંડી
હાવડા-ન્યૂ જલપાઈગુડી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 ડિસેમ્બર 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની હાજરીમાં આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી હતી, પરંતુ ટ્રેનની શરૂઆતના થોડા દિવસો પછી, ટ્રેન પર પથ્થરમારાની ઘટનાએ સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT