પઠાણ ફિલ્મના રિલિઝ મામલે મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશ અધ્યક્ષનું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: બોલિવૂડમાં લાંબા સમય બાદ ફરીથી કમબેક કરી રહેલા કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના સોન્ગમાં ‘ભગવા બિકિની’ને લઈને શરૂ થયેલો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ફરીથી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે.  ત્યારે બીજી તરફ આ મામલાને લઈને ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે  સરકાર કડક સુરક્ષા આપવાની બાંહેધરી આપી છે એટલે સુરક્ષા હેઠળ આ ફિલ્મ રિલિઝ કરવા માટે અમે તૈયાર છીએ.

ફિલ્મ રિલિઝને લઈને મલ્ટિપ્લેક્સ એસોસિએશનના ચેરમેન મનુભાઈ પટેલનું અને અન્ય થિયેટર માલિકો સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમનુ કહેવુ છે કે, પઠાણ ફિલ્મનો વિરોધ ચાલી રહ્યો છે, ધમકીઓ આપવામાં આવી રહી છે. પરંતુ અમે સુરક્ષા માટે સરકારને રજૂઆત કરી છે. સરકાર તરફથી પણ પોઝિટિવ પ્રતિભાવ મળ્યો છે. સરકાર કડક સુરક્ષા આપવાની બાંહેધરી આપી છે એટલે સુરક્ષા હેઠળ આ ફિલ્મ રિલિઝ કરવા માટે અમે તૈયાર છીએ.

સરકાર પાસે માંગી મદદ
શાહરુખ ખાન અને દિપીકા પદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણની રિલિઝને લઈને મલ્ટિપ્લેક્સ એસોસિયેશને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી સુરક્ષાની કરી માગ કરી છે. કારણ કે ગુજરાતમાં પઠાણ ફિલ્મ રિલિઝ કરવાને લઈને કેટલાક સંગઠનોએ ચેતવણી આપી છે.

ADVERTISEMENT

પત્ર લખી માંગી હતી મદદ
25 જાન્યુઆરીએ રિલિઝ થવાની છે ફિલ્મ પઠાણ પરંતુ એ પહેલા મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાતના અધ્યક્ષ મનુ પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મદદ માગી છે.ધ મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાત તરફથી આપવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, થિયેટરમાં જે ફિલ્મ લાગે છે, તે પહેલાં સેન્સર બોર્ડ પાસે જાય છે અને ત્યાર પછી જ તેને રિલીઝ કરવામાં આવે છે.તેમનું કહેવું છે કે, થિયેટર એક બિઝનેસ છે અને તેમને બિઝનેસ કરવાનો અધિકાર છે, જેથી તેમણે વિનંતી કરી છે કે આ મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે અને યોગ્ય સહકાર આપવામાં આવે.

જાણો શું લખ્યું પત્રમાં
પત્રમાં એવું પણ લખ્યું છે કે, “છેલ્લા 20 દિવસમાં મલ્ટિપ્લેક્સના માલિકોને સીધી કે આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, તેથી તેમને સુરક્ષા આપવામાં આવે. જો કોઈ ફિલ્મથી કોઈને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ભારત સરકાર પાસે કે પછી કોર્ટમાં જઈ શકે છે. આપને જણાવી દઈએ કે, આ પહેલાં બજરંગદળે અમદાવાદમાં આવેલા આલ્ફાવન મોલમાં આ ફિલ્મના પૉસ્ટરો ફાડ્યાં હતાં. વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે બજરંગ દળના આગેવાને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો ગુજરાતમાં આ ફિલ્મ રિલિઝ થઈ તો થિયેટરોમાં આગ લગાવવામાં પણ આવશે. આ ઘટનાને જોતા જ હવે થિયેટર માલિકો પરેશાન થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાતે આ પત્ર લખ્યો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતની મહિલાઓને રાજસ્થાનના બેન્ક કર્મીઓની ધમકી, લોન નહીં ભરો તો સાહેબ જોડે માઉન્ટ આબુ ફરવા જવું પડશે

ADVERTISEMENT

ફિલ્મમાં ‘બેશરમ રંગ’ સોન્ગને લઈને શરૂ થયો હતો વિવાદ
ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદ થઈ રહ્યો છે. હિન્દુવાદી સંગઠનોને ફિલ્મ અભિનેત્રીએ પહેરેલાં કપડાંના રંગ સામે સામે વાંધો છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે. જો કે આ બધાની વચ્ચે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ પ્રધાનમંત્રી મોદીએ તમામ નેતાઓને ફિલ્મો સામે નિવેદનો આપવાની અને નકામી ચર્ચા બંધ કરવા સૂચન કર્યું છે. બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ “પઠાણ”ને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે PM મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો અંગે બિનજરૂરી ટિપ્પણી કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. વડાપ્રધાન મોદીની સલાહ ‘બોયકોટ ટ્રેન્ડ’માં ભાગ લેનારા ભાજપના નેતાઓ માટે હતી. 16 અને 17 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ રીતે નેતાઓને આ સલાહ આપી હતી. ભાજપના ઘણા નેતાઓએ ખુલ્લેઆમ પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.પીએમ મોદીએ કહ્યું કે, “કેટલાક લોકો કોઈ ફિલ્મ પર નિવેદનો આપે છે, પછી તે આખો દિવસ ટીવી અને મીડિયા પર ચાલે છે. આવા બિનજરૂરી નિવેદનોથી બચવું જોઈએ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT