રાજ્ય સરકારે રેસ્ક્યૂ ઓપરેશનને વધુ વેગવાન બનાવ્યું, NDRF- નેવી તથા આર્મીના જવાનો મોરબી જવા નીકળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ રવિવારે મોરબીનો ઝૂલતો પૂલ તૂટી જતા અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પડી ગયા છે. તેવામાં 400થી વધુ લોકો અત્યારે નદીમાં ખાબક્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે 90થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે અને આ આંક હજુ વધી શકે એવા અહેવાલો પણ મળી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવી છે. અત્યારે NDRF, નેવી અને એરફોર્સના જવાનો મોરબી જવા માટે રવાના થઈ ગયા છે. તો બીજી બાજુ નદીમાંથી પાણી કાઢવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે જવાનોની ટીમ મોરબી મોકલી…
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર NDRFની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થઈ ગઈ છે.

ADVERTISEMENT

  • NDRFની 3 તેમજ SRPની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી જવા માટે નીકળી ગઈ છે.
  • રાજકોટ સીવિલ હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.

ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના
હાલ તો તંત્ર દ્વારા બચાવ અને રાહતની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોરબીની 10, રાજકોટની 8 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના થઈ ચૂકી છે.

બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી

ADVERTISEMENT

  • રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
  • કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
  • ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
  • સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન
  • સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
બીજી તરફ સમગ્ર દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT