રાજ્ય સરકારે દ્વારકા કોરિડોરને લઈ લીધો મહત્વનો નિર્ણય, જનમાષ્ટમી પહેલા ફેઝ-1 કાર્યનું ભૂમિ પૂજન કરાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

 ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી અને ફરી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે   ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારની આજે  કેબિનેટ બેઠક મળી હતી અને તેમાં કોરોના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી તો આરોગ્ય તંત્રને પણ એલર્ટ કરાયું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર લોકો માટે એક્શન મોડમાં જોવા મળી હતી. આજની કેબિનેટ બેઠક બાદ ઋષિકેશ પટેલે  MSME ઉદ્યોગકારોને રાજ્યના અન્ય વિભાગોની મંજૂરીઓ વધુ ઝડપે મળે તે હેતુથી ફેસિલિટેશન ડેસ્ક  શરૂ કરવામાં આવશે. તથા દ્વારકા કોરિડોરને લઈ મહત્વની જાહેરાત કરી છે. જનમાષ્ટમી પહેલા ફેઝ-1 કાર્યનું ભૂમિ પૂજન કરાશે

ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દેવભૂમિ દ્વારા કોરિડોર સંદર્ભે અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે, દેવભૂમિ દ્વારા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તો માટે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

 દ્વારકાની વ્યૂંઇગ ગેલરી તૈયાર કરાશે 
દેવભૂમિ દ્વારકા કોરિડોર તૈયાર કરવામાં આવશે જે અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ અર્થાત (કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ) શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરીને 7મી સપ્ટેમ્બર 2023ની જનમાષ્ટમી પહેલા ફેઝ-1 કાર્યનું ભૂમિ પૂજન કરવાના લક્ષ્ય સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે. તે માટેનું સુનિયોજીત વ્યવસ્થાપન તૈયાર કરવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સિનિયર સચિઓવોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT