STના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં રૂ.2 હજારનો વધારો કરાયો, સરકારે આ માગણીઓ સ્વીકારી
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ઠેર ઠેર આંદોલનો ફાટી નીકળ્યા છે. સરકારની વિવિધ શાખાઓના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અને વિવિધ માગણીઓને સ્વીકારવા માટે સતત કાર્યરત…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ઠેર ઠેર આંદોલનો ફાટી નીકળ્યા છે. સરકારની વિવિધ શાખાઓના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અને વિવિધ માગણીઓને સ્વીકારવા માટે સતત કાર્યરત રહ્યા છે. તેવામાં સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓના વેતન વધારા સહિત ગ્રેડ-પે અંગે મોટો નિર્ણય કર્યો છે. અત્યારે ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં રૂપિયા 2 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
STના કર્મચારીઓની માગણીઓ વિશે જાણો
કર્મચારીઓને આપવામાં આવતા ખાસ ભથ્થા, સ્પેશિયલ પે, નાઈટ શિફ્ટ એલાઉન્સ, બુટ ભથ્થુ, આઉટ સ્ટે એલાઉન્સ સહિતના ભથ્થાઓમાં નોંધપાત્ર સુધારો કરાયો છે. આ દરમિયાન ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં પણ રૂપિયા 2 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ડ્રાઈવર અને કંડક્ટરના ગ્રેડ-પે અમલીકરણ કરીને જે એરિયર્સ ચૂકવવાનું બાકી છે તે 1 ઓક્ટોબર 2022 સુધી ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે નેશનલ, ઈન્ક્રિમેન્ટ અને ગ્રેડ પે અંગે ઓવરટાઈમ ચૂકવવાનો પણ નિર્ણય કરાયો છે. ડ્રાઈવર તથા કંડક્ટરના સંવર્ગ રદ કરીને તેમની પસંદગી મુજબ જે તે કક્ષામાં તેમનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો હતો. વર્ષ 2020-21ના વર્ષના એક્સગ્રેસીયા બોનસનું ચુકવણું કરવાનો તેમજ નિગમ કક્ષાએ નવીન હેલ્પલાઈન નંબર પ્રસિધ્ધ કરીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો નિર્ણય લેવાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT