રખડતા ઢોરના કારણે ST બસ પલટી ખાઈ ગઈ, અંબાજી તરફ જતા દુર્ઘટના ઘટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડાઃ ડાકોર-કપડવંજ રોડ પર લાભપુરા પાસે રખડાતા ઢોરના કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક ઢોર વચ્ચે આવી જતા એસ.ટી.બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દીધો હતો. જેના પગલે 40 જેટલા મુસાફરોને લઈ જતી બસ પલટી ખાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની સહાયથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરાઈ ગઈ હતી.

ઝઘડિયાથી અંબાજી જતી બસ દુર્ઘટનાગ્રસ્ત
નવરાત્રિના તહેવાર નિમિત્તે શ્રદ્ધાળુઓ અત્યારે મા અંબાજીના શરણે જઈ રહ્યા છે. તેવામાં કેટલાક પોતાનું વાહન લઈને જાય છે તો કેટલાક ખાનગી કે કોઈ સરકારી બસમાં મુસાફરી કરી દર્શનાર્થે જાય છે. આ દરમિયાન બુધવારે ઝઘડિયાથી અંબાજી જતી એસ.ટી. પર ડાકોર-કપડવંજ રોડ પર દાજીપરા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એસ.ટી. બસના સામે અચાનક રખડતો ઢોર આવી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો. જેથી કરીને બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી.

40 મુસાફરોનો આબાદ બચાવ

ADVERTISEMENT

  • ઉલ્લેખનીય છે કે આ બસમાં 40 મુસાફરો સવારી કરી રહ્યા હતા.
  • બસ પલટી મારી જતા બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
  • દુર્ઘટનામાં 6 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. ત્યારપછી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સારવાર શરૂ કરી દેવાઈ હતી.

With Input- Hetali Shah

    follow whatsapp

    ADVERTISEMENT