કુસ્તી સંઘ પર સરકારની મોટી કાર્યવાહી, નવા અધ્યક્ષ સંજયસિંહની માન્યતા રદ્દ, રમત મંત્રાલયે કુસ્તી સંઘને પણ કર્યુ રદ્દ

ADVERTISEMENT

gujarattak
social share
google news

WFI President Suspend : ભારતીય રેસલિંગ એસોસિએશનની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત થઈ હતી અને કુસ્તીબાજ અનિતા શિયોરાનનો પરાજય થયો હતો. આ પછી મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી તે સિવાય બજરંગ પુનિય દ્વારા પદ્મશ્રી પરત કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. એવામાં ભારે વિવાદ સર્જાયા બાદ હવે સરકારે નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે.

નવા અધ્યક્ષ સંજયસિંહનો પણ થયો હતો વિરોધ

તાજેતરમાં, રેસલિંગ એસોસિએશને જુનિયર નેશનલ ચેમ્પિયનશિપની જાહેરાત કરી હતી, જેમાં આ ટુર્નામેન્ટ 28 ડિસેમ્બરથી યુપીના ગોંડામાં શરૂ થવાની હતી. કુસ્તી છોડી ચૂકેલી સાક્ષી મલિકે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘મેં કુસ્તી છોડી દીધી છે પરંતુ હું ગઈકાલે રાતથી જ ચિંતિત છું. જે જુનિયર મહિલા કુસ્તીબાજો મને ફોન કરીને કહી રહ્યા છે કે 28મીથી જુનિયર રાષ્ટ્રીય કુસ્તી યોજાવા જઈ રહી છે અને તે નવા કુસ્તી મહાસંઘનું શું કરવું? નંદની નગર ગોંડામાં તેનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.

ADVERTISEMENT

સાક્ષી મલિકે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “ગોંડા બ્રિજભૂષણનો વિસ્તાર છે. હવે કલ્પના કરો કે જુનિયર મહિલા કુસ્તીબાજો ત્યાં કેવા વાતાવરણમાં કુસ્તી રમવા માટે જશે. શું આ દેશમાં નંદની નગર સિવાય બીજે ક્યાંય નેશનલ્સને રાખવાની જગ્યા નથી? મને ખબર નથી કે શું કરવું.

    follow whatsapp

    ADVERTISEMENT