ટેકાના ભાવને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો ક્યારે શરૂ થશે ખરીદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટની બેઠક  મળી હતી.  આજની કેબિનેટ બેઠકમાં ખેડૂતને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અંગે જાહેરાત કરતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આગામી તા.10 માર્ચથી તા. 7 જૂન  દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે.

ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા શરૂ થઈ ચૂકી છે. ત્યારે ટેકાના ભાવે ખેત જણસ ખરીદવાને લઈ પ્રવક્તા મંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે, આગામી તા.10 માર્ચથી તા. 7 જૂન  દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. જ્યારે તા.28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોનું રજિસ્ટ્રેશન ચાલુ રહેશે.

જાણો કેટલું થયું વાવેતર
વર્ષ 2022-23 માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું 2.10 લાખ હેકટર, ચણાનું 7.31 લાખ હેકટર તથા રાઈનું 3.21 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.

ADVERTISEMENT

 28 ફેબ્રુઆરી સુધી થશે રજીસ્ટ્રેશન 
વર્ષ 2022-23 માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તા.1 ફેબ્રુઆરીથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે આગામી તા.28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોનું રજિસ્ટ્રેશન ચાલુ રહેશે.

ચણા પાકમાં 1,16,127 ખેડૂતોએ કરાવ્યા રજીસ્ટ્રેશન 
તા.7 ફેબ્રુઆરી  સુધીમાં તુવેર પાકમાં કુલ 1431 , ચણા પાકમાં 1,16,127  તથા રાયડા પાકમાં 949 ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા.10 માર્ચથી તા.7 જૂન દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: JEE મેઈન્સ રિઝલ્ટ જાહેર: અમદાવાદના 2 બે વિદ્યાર્થીઓ 100 ટકા સાથે ઉત્તીર્ણ થયા

ADVERTISEMENT

ટેકાનો ભાવ કર્યો જાહેર
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ 2022-23માં તુવેર પાકનો ટેકાનો ભાવ રૂ.6600 પ્રતિ કિવન્ટલ, ચણાનો રૂ.5335  પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ રૂ.5450 પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી 135  કેન્દ્રો, ચણાની ખરીદી 187 કેન્દ્રો અને રાઈની ખરીદી 103  કેન્દ્રો પરથી કરાશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT