ગૌમાતા લમ્પી વાઈરસથી મુક્ત થાય એ માટે ખાસ પ્રાર્થના, નવરાત્રિમાં 2111 દિવાની આરતી કરાઈ
ધનેશ પરમાર/બનાસકાંઠાઃ છેલ્લા ઘણા સમયથી લમ્પી વાઈરસના કહેરથી પશુઓ ત્રસ્ત છે. તેવામાં ગૌમાતાની રક્ષા માટે નવરાત્રી દરમિયાન ડિસાની પિંક સિટીમાં 2111 દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં…
ADVERTISEMENT
ધનેશ પરમાર/બનાસકાંઠાઃ છેલ્લા ઘણા સમયથી લમ્પી વાઈરસના કહેરથી પશુઓ ત્રસ્ત છે. તેવામાં ગૌમાતાની રક્ષા માટે નવરાત્રી દરમિયાન ડિસાની પિંક સિટીમાં 2111 દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લમ્પી વાઈરસનો કહેર દૂર થાય અને ગાય માતાની સુરક્ષા માટે સ્થાનિકો દ્વારા પ્રાથના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આની સાથે નવરાત્રીમાં પૂર જોશથી ડીસામાં ઉજવણી કરવામાં આવી હતી.
2111 દિવાની મહાઆરતી કરાઈ
ડીસમાં 9 દિવસ સુધી ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. આ દરમિયાન પિંક સિટીમાં પણ સ્થાનિકોના સહયોગથી નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તહેવારના અંતિમ દિવસે 2111 દિવાની મહાઆરતી કરી ગૌમાતા માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. નોંધનીય છે કે લમ્પી વાઈરસના કહેરને નાથવા માટે તથા ગાયોના રક્ષણ માટે અત્યારે તમામ પ્રકારની તજવીજ હાથ ધરાઈ ગઈ છે. જેથી કરીને માતા અંબાને પણ આ કહેરથી ગૌમાતાને બચાવવા માટે પ્રાર્થના કરાઈ હતી.
ADVERTISEMENT
નવરાત્રીમાં ડીસામાં જોવા મળ્યો અનોખો રંગ
9 દિવસ સુધી ડીસામાં નવરાત્રી દરમિયાન સ્થાનિકોએ મન મૂકીને ગરબા કર્યા હતા. આ દરમિયાન વિવિધ પોશાકો પહેરીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. જ્યારે શહેરમાં 50થી વધુ જગ્યાએ શેરી ગરબાનું આયોજન કરાતા સ્થાનિકોએ વિવિધ પોશાકો પહેરીને સજ્જ થયા પછી ગરબે રમવાનું શરૂ રાખ્યું હતું. નોંધનીય છે કે આ દરમિયાન આયોજકોએ 9 દિવસ સુધી અલ્પાહારનું પણ આયોજન કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT