2 હજાર કરોડના ડ્રગ્સ રેકેટમાં ફસાયો ફિલ્મ પ્રોડ્યુસર, NCB એ કરી ધરપકડ

ADVERTISEMENT

Jaffer Sadiq
ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઈન્ડ નીકળ્યો ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મોટા સમાચાર

point

જાફર સાદિકની NCBએ ધરપકડ કરી

point

2 હજાર કરોડ રૂપિયાના ડ્રગ રેકેટ સાથે કનેક્શન

Jaffer Sadiq: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા (ફિલ્મ પ્રોડ્યુસર) અને પૂર્વ DMK મેમ્બર જાફર સાદિકની NCBએ ધરપકડ કરી છે. શનિવારે એટલે કે આજે 9 માર્ચે NCBએ મોટું એક્શન લીધું છે અને જાફર સાદિકની ધરપકડ કરી લીધી. 

જાફર સાદિક પર લાગ્યો ગંભીર આરોપ

તમને જણાવી દઈએ કે જાફર સાદિક પર આરોપ છે કે તેણે સાડા 3 હજાર કિલો સ્યુડો એફેડ્રિન ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા મોકલ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો ડ્રગ્સથી કમાયેલા પૈસા જાફર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગાવે છે. જાફર સાદિક ડીએમકેનો પૂર્વ સભ્ય પણ છે. હવે તેની એક આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કના કથિત માસ્ટરમાઇન્ડ તરીકે ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાફરનું 2 હજાર કરોડ રૂપિયાના ડ્રગ રેકેટ સાથે કનેક્શન છે. 

ડ્રગ્સના નેટવર્કનો માસ્ટરમાઈન્ડ 

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ જાફરને ડીએમકે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. ફિલ્મ નિર્માતા જાફર સાદિક પર ડ્રગ્સની દાણચોરીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના પર આરોપ છે તે ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કના માસ્ટરમાઇન્ડ છે. એટલું જ નહીં, ગયા મહિને NCBએ દિલ્હીમાં 50 કિલો સ્યુડો એફેડ્રિન અને માદક દ્રવ્યોના ઉત્પાદનમાં વપરાતા રસાયણનું મોટું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું. હવે NCBએ તમિલનાડુમાં દરોડા પાડીને જાફર  સાદિકને કસ્ટડીમાં લીધો છે.

ADVERTISEMENT

કોણ છે જાફર સાદિક?

જાફર સાદિકની વાત કરીએ તો તે તમિલનાડુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર છે. જાફરે જેએસએમ પિક્ચર્સના બેનર હેઠળ મંગાઈ નામની ફિલ્મ બનાવી છે. જાફર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે, પરંતુ હવે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT