પ્રદૂષણને કારણે થઈ રહ્યો છે ગળામાં દુખાવો? આ ઘરેલું ઉપાયોથી મળશે ફટાફટ રાહત
Home Remedies For Sore Throat: પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. મોટા શહેરો ઉપરાંત હવે નાના શહેરોમાં પણ આને લગતી ઘણી સમસ્યાઓ સામે આવી…
ADVERTISEMENT
Home Remedies For Sore Throat: પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. મોટા શહેરો ઉપરાંત હવે નાના શહેરોમાં પણ આને લગતી ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. દિવાળી બાદ પોલ્યૂશન વધુ વધશે તેમાં કોઈ શંકા નથી. આવી સ્થિતિમાં પ્રદૂષણને કારણે ઘણા લોકોમાં ગળામાં દુખાવાની અને ઉધરસની ફરિયાદ વધી છે. જો શરૂઆતમાં જ આનો ઈલાજ ન કરવામાં આવે તો આગળ જતાં આ સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં તમે ડોક્ટર પાસે જઈને દવા લઈ આવો, પરંતુ ગળામાં હળવો દુખાવો અને ઉધરસ છે તો તમે આ ઘરેલું નુસ્ખા અજમાવી શકો છો.
તુલસીનું પાણી
તુલસીના પાન સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે જ તે ગળા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બાળકોને પણ આ તુલસીના પાન અથવા તુલસીનું પાણી પીવડાવી શકાય છે. આ માટે તુલસીના પાનને સાફ કરીને તેને પાણીમાં 15-20 મિનિટ સુધી ઉકાળો. પછી આ પાણીને થોડું ઠંડુ થવા દો, ત્યારબાદ આ પાણી પીવો અને બાળકોને પણ પીવડાવો. જો તમે તેને હૂંફાળું પીશો તો તે વધુ ફાયદાકારક રહેશે. જો શક્ય હોય તો દરરોજ સવારે આ પાણી પીવો.
ADVERTISEMENT
મસાલા ચા
ભારતમાં ચાનું ચલણ સૌથી વધારે છે. ચામાં જો તમે કેટલીક સામગ્રી ઉમેરશો તો તે ચાનો સ્વાદ તો વધારશે જ સાથે ગળાને પણ ઘણી રાહત આપશે. જે રીતે સામાન્ય ચા બનાવવામાં આવે છે, એવી જ રીતે ચા પત્તી અને પાણી ઉકાળો. હવે ચા પીનારા લોકોની સંખ્યા પ્રમાણે કાળા મરી, તુલસીના પાન, તજના ટુકડા, લવિંગ, આદુ અને એલચીનો ભૂકો ઉમેરો. તેને ઉકળ્યા પછી તેમાં દૂધ નાખો. જે બાદ ફરી ચાને ઉકાળો. હવે આ ચાને ગરમ-ગરમ પીવો, તેનાથી ગળામાં રાહત મળશે.
ADVERTISEMENT
હર્બલ ટી
ADVERTISEMENT
ગરમ હર્બલ ટી ગળાના દુખાવાનો શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર છે. તમે કેમોમાઈલ, આદુ, પેપરમિન્ટ અથવા લિકરિસ રુટ જેવી હર્બલ ટી પી શકો છો. આ ચા ગરમ હોવાની સાથે ગળાના દુખાવા અને સોજાની સમસ્યામાંથી રાહત આપી શકે છે, કારણ કે હર્બલ ટીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે.
લીંબુ અને મધ
ગળાની ખરાશથી રાહત મેળવવા માટે મધ અને લીંબુ સાથે ગરમ પાણી કારગર સાબિત થઇ શકે છે. મધમાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને તે ગળાના ઈન્ફેક્શનને દૂર કરે છે અને લીંબુમાં વિટામિન C જોવા મળે છે, જેનાથી ડબલ ફાયદા મળે છે.
ADVERTISEMENT