BJP ને ટેકો આપવા અંગે સોમા પટેલનું મોટું નિવેદન, જાણો શું કર્યો છે નિર્ણય
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરરોજ રસપ્રદ બની રહી છે. દરરોજ નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરરોજ રસપ્રદ બની રહી છે. દરરોજ નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ કાલે સમાપ્ત થઈ ચૂકી છે. કાલે સુરેન્દ્ર નગરમાં ઓપેશન લોટસ શરૂ થયું હતું. જેમાં એવું કહેવાયું હતું કે પૂર્વ સાંસદ સોમા પટેલ ભાજપમાં જોડાયા છે. આ મામલે હવે સોમા પટેલે ગુજરાત તકસાથે વાતચીત કરતાં કહ્યું કે, હજુ કોઈ પક્ષને ટેકો આપ્યો નથી. સમાજે કહ્યું આટલે ફોર્મ પરત લીધું છે.
ગુજરાતના રાજકારણમાં સોમા પટેલનું રાજકીય કરિયર અલગ જ માનવામાં આવે છે. કોળી સમાજના નેતા સોમા પટેલ અનેક રાજકીય ઉતાર ચડાવ અને ભાજપ તથા કોંગ્રેસ બંને સાથે કામ કરી ચૂક્યા છે. ત્યારે વઢવાણ બેઠક પરથી અપક્ષ ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો. હવે તેમણે ફોર્મ પરત ખેચવાના છેલ્લા દિવસે ફોર્મ પરત ખેચ્યુ હતું. આ દરમિયાન સોમ પટેલ સાથે ફોર્મ પરત ખેચનાર તમામ અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા અને સોમા પટેલ પણ ભાજપમાં જોડાયા છે તેવી વાતો વહેતી થઈ હતી. જે મામલે સોમા પટેલે કહ્યું કે હજુ કોઈ પક્ષ ને ટેકો આપ્યો નથી. સમાજે કહ્યું એટલે ફોર્મ પરત લઈ લીધું અને હવે સમાજ કહેશે તેને ટેકો આપીશ. કઈ બેઠક પર ટેકો આપવો તે હજુ નક્કી નથી લોકસભાને ધ્યાને રાખવામાં આવશે. 21 તારીખે નિર્ણય કરવામાં આવશે.
આ ઉમેદવારોએ ફોર્મ પરત લીધા
સુરેન્દ્રનગર જીલ્લાની 05 વિધાનસભા બેઠકોમાં ફૂલ 06 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા છે. વઢવાણ વિધાનસભા બેઠકમાં થી કોંગ્રેસમાંથી બળવો કરી અપક્ષ ફોર્મ ભરનાર પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ અને ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ ભાજપમાં જોડાયા તેવી વાતો વહેતી થઈ હતી. જ્યારે. સુરેન્દ્રનગર પાલિકાના NCP ના સદસ્ય અને અપક્ષ ઉમેદવાર ઈશ્વરભાઈ વેગડ તેમજ અપક્ષ ઉમેદવાર હિતેન્દ્રસિંહ ઝાલા પણ ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા. ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકમાંથી અપક્ષ ઉમેદવાર પ્રકાશભાઈ કાવર, ચોટીલા વિધાનસભા બેઠકમાંથી અપક્ષ ઉમેદવાર કાળુભાઈ કાંજીયા અને ચોટીલા વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર હિંમતભાઈ સૂરેલાએ ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા હતા.
ADVERTISEMENT
પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેચવાનો આજે અંતિમ દિવસ હતો
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી ફોર્મ ભરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવ્યા હતા. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ફોર્મ પરત ખેચવાનો કાલે અંતિમ દિવસ હતો. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થયું હતું. 17 નવેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે 18 નવેમ્બરે એટલે કે આજથી ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ADVERTISEMENT