સોમા ગાંડા પટેલ ફરી ભાજપમાં જોડાયા, સુરેન્દ્રનગરમાં આજે ઓપરેશન લોટસ એક્ટિવ થયુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજિદ બેલીમ સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેચવાની આજે અંતિમ તરીખ હતી જેમાં અંતિમ  દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓપરેશન લોટસ એક્ટિવ થયું. 6 અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેચી અને ભાજપમાં જોડાયા છે.

6 અપક્ષ ઉમેદવારો ફોર્મ ખેચી ભાજપમાં જોડાયા
સુરેન્દ્રનગર જીલ્લાની 05  વિધાનસભા બેઠકોમાં ફૂલ 06  અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા છે. વઢવાણ વિધાનસભા બેઠકમાં થી કોંગ્રેસમાં થી બળવો કરી અપક્ષ ફોર્મ ભરનાર પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ અને ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ ભાજપમાં જોડાયા. સુરેન્દ્રનગર પાલિકાના NCP ના સદસ્ય અને અપક્ષ ઉમેદવાર ઈશ્વરભાઈ વેગડ તેમજ અપક્ષ ઉમેદવાર હિતેન્દ્રસિંહ ઝાલા પણ ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા. ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકમાંથી અપક્ષ ઉમેદવાર પ્રકાશભાઈ કાવર, ચોટીલા વિધાનસભા બેઠકમાં થી અપક્ષ ઉમેદવાર કાળુભાઈ કાંજીયા અને ચોટીલા વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર હિંમતભાઈ સૂરેલાએ ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા.

સોમા ગાંડા પટેલ જોડાયા ભાજપમાં
ભાજપ અને કોંગ્રેસમાંથી સાંસદ રહ્યાં હોય તેવા મોટા ગજાના નેતામાંના એક સોમા પટેલની ગણના પણ થાય છે. તેમણે 2019માં લીંબડી-સાયલા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. સમાજના બળથી છાશવારે પક્ષપલટો કરતા સોમાભાઈ આ વખતે પણ મેદાનમાં ઉતર્યાં હતા. જોકે આજે તેમણે પોતાનું અપક્ષ ફોર્મ પરત લીધું છે અને  પક્ષ-વિપક્ષ પછી અપક્ષથી મેદાને ઉતારનાર સોમા પટેલ હવે ભાજપમાં જોડાયા છે.

ADVERTISEMENT

પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેચવાનો આજે અંતિમ દિવસ હતો
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી ફોર્મ ભરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં  આવ્યા હતા. આજે 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ફોર્મ પરત ખેચવાનો આજે અંતિમ દિવસ છે.  બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થયું હતું. આજે 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. એટલે કે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    follow whatsapp

    ADVERTISEMENT