ખેડામાં ખેતરમાંથી ગાંજાનો 550 કિલો ઊભો પાક મળ્યો, પોલીસ ઊંઘતી રહી ને SOG દરોડા પાડી ગઈ
હેતાલી શાહ/ખેડા: ગુજરાતમાં યુવાધનને રવાડે ચડાવતા માદક પદાર્થોનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વડોદરામાં થોડા દિવસ અગાઉ ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી. ત્યારે…
ADVERTISEMENT
હેતાલી શાહ/ખેડા: ગુજરાતમાં યુવાધનને રવાડે ચડાવતા માદક પદાર્થોનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વડોદરામાં થોડા દિવસ અગાઉ ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી. ત્યારે હવે ખેડાના કપડવંજમાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ખેડા એસ.ઓ.જી પોલીસે ભુતીયા ગામેથી મોટી માત્રામાં ગાંજાની ખેતી ઝડપી પાડી છે. આ સાથે જ એક ઈસમને પણ ઝડપી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
આજુબાજુના ખેતરોમાંથી મજૂરોની મદદ લેવી પડી
ખેડા જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે કપડવંજના ભુતીયા ગામે કૃપાજીના મુવાડામાંથી અલગ અલગ બે સર્વે નંબરના મોનાભાઈ સોમાભાઈ ઝાલા અને શંકરભાઈ સોમાભાઈ ઝાલાના ખેતરમાં દરોડો પાડયો હતો. ખેતરમાંથી ગાંજાનો ઉભો પાક ઝડપી પાડ્યો. આટલી મોટી માત્રામાં ગાંજો જોઈને એસ.ઓ.જી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોટી માત્રામાં ગાંજાનો ઉભો પાક કાપવા આજુબાજુના ખેતરના મજૂરોની પોલીસે મદદ લીધી અને આસપાસના ખેતરના મજૂરો દ્વારા આ સમગ્ર ઉભા પાકને એકત્ર કરી કપડવંજ રૂલર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો.
ADVERTISEMENT
55 લાખનો 550 કિલો ગાંજો મળ્યો
મહત્વની વાત કરવામાં આવે તો કપડવંજ પોલીસ ઊંઘતી રહી અને ખેડા એસોજીએ પોતાનું ઓપરેશન પાર પાડ્યું. પોલીસે ઉભા પાકને એકત્ર કર્યા બાદ જ્યારે તેનુ વજન કર્યું તો આશરે 550 કિલો જેટલો ગાંજો જેની મૂળ કિંમત 54,98,000 જેટલી થાય છે. આ મુદ્દા માલ સાથે ખેતર માલિક માનસિંહ સોમાભાઈ ઝાલાને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક ખેતર માલિક શંકરભાઈ સોમાભાઈ ઝાલાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલતો એસ.ઓ.જી પોલીસ દ્વારા સમગ્ર મુદ્દા માલને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT