PM મોદીનો પીછો કરતા એક નેતા વિશે સ્મૃતિ ઈરાનીએ કર્યો ઘટસ્ફોટ! ગૌરવ યાત્રામાં આપ્યું મોટુ નિવેદન
હેતાલી શાહ/ આણંદઃ ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા ઠેર-ઠેર નીકળી રહી છે. તેવામાં ચૂંટણી પ્રચારના આ માસ્ટર સ્ટ્રોકમાં ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગ્ગજો હાજરી…
ADVERTISEMENT
હેતાલી શાહ/ આણંદઃ ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા ઠેર-ઠેર નીકળી રહી છે. તેવામાં ચૂંટણી પ્રચારના આ માસ્ટર સ્ટ્રોકમાં ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગ્ગજો હાજરી આપી રહ્યા છે. આજે આણંદ ખાતેની ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી હતી. અહીં તેમણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. આની સાથે વડાપ્રદાન મોદીના માતા પર જે અપમાનજનક નિવેદન AAPના નેતા દ્વારા આપવામાં આવ્યું હતું એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જ્યારે બીજી બાજુ કહ્યું કે અત્યારે 2 ઓવા લોકો છે જેમને ગુજરાતી નથી આવડતી, એમાથી એક નેતા એવા છે કે જેઓ જ્યાં જ્યાં વડાપ્રધાન મોદી જાય છે ત્યાં ત્યાં પાછળ પહોંચી જાય છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
સ્મૃતિ ઈરાનીએ AAPના નેતાને આપ્યો જડબાતોડ જવાબ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ અત્યારસુધી જેટલુ કામ કરી રહ્યા છે એટલુ કામ કરવાની તાકાત અન્ય લોકોમાં નથી. વળી આવા લોકો કામમાં તાકાત લગાડવાની જગ્યાએ માતાને અપશબ્દો બોલવામાં વેડફે છે. હું જો ગુજરાત ચૂંટણીની વાત કરુ તો અત્યારસુધી અહીં રાજ્યમાં ઘણા દિગ્ગજ નેતાઓ આવ્યા હશે અને ચૂંટણીનો માહોલ પણ રસાકસી ભર્યો હશે. પરંતુ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈએ પણ અત્યારસુધી કોઈના પણ માતા વિશે અપશબ્દો બોલ્યા નથી.
જે એક માતાનું સન્માન નથી જાળવી એ કેવા હશે! – સ્મૃતિ ઈરાની
હું આ એક બેઠક કે યાત્રાની વાત નથી કરી રહી પરંતુ લોકોને એ કહેવા માગુ છું કે જે માણસ કોઈના માતાનું અપમાન કરી શકતો હોય, તે જનતાના ઘરમાં રહેતા માતા-બહેનો સાથે શું વ્યવહાર કરશે એ વિચારવા જેવો પ્રશ્ન છે. 100 વર્ષના માતાની હું વાત કરી રહી છું જેમણે મહેનત કરીને પોતાના દીકરાને વડાપ્રધાન બનાવ્યો. દીકરો દેશની સેવા કરી રહ્યા છે એ જોઈને તે માતા કેટલો ગર્વ અનુભવતા હશે. વળી ‘બા’ ક્યારેય રાજકારણમાં એક્ટિવ થયા નથી, તે તો માત્ર પોતાના પુત્રને આશીર્વાદ અને સારા સંસ્કાર આપી દેશની સેવા કરવાનું પ્રોત્સાહન આપે છે. આવા વડીલ માટે એક નેતા (નામ લીધા વિના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર) દ્વારા જે અપશબ્દો બોલાયા છે તેનાથી દિલ દુભાઈ જાય છે.
ADVERTISEMENT
પોતાની ગાડી બંધ છે અને નવું એન્જિન લાવવા વાત કરે છે- સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર આડકતરો વાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક નેતાઓ માત્ર અપશબ્દો બોલીને તમામ મર્યાદાની હદ વટાવી ચૂંટણી પ્રચાર કરતા હોય છે. તેવામાં હવે આ મુદ્દો કોઈ જાતિ, ધર્મનો નથી પરંતુ ગુજરાતના સંસ્કારનો છે. વળી આ પાર્ટી એવો દાવો કરે છે કે ગુજરાતને નવું એન્જિનની જરૂર છે. પરંતુ એમની પોતાની ગાડી બંધ થઈ ગઈ છે એ નવું એન્જિન શું બનવાના?સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે જે લોકો શિક્ષણ અને ઉચ્ચ કક્ષાની શિક્ષણનીતિની વાત કરી રહ્યા છે. તેમણે દિલ્હીમાં યુવાનોને દારૂ કેવી રીતે પીવો એની તાલીમ આપી હોય એવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે સ્મૃતિ ઈરાનીએ ગૌરવ યાત્રામાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT