સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રેમ ફરીથી જોવા મળ્યો, કાફલો રોકી દુકાન પર પાણીપુરીની લિજ્જત માણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે આણંદ ખાતે સ્મૃતિ ઈરાની ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના કાર્યાલયના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. આ જોકે આ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ ફરીથી છલકાઈ ગયો અને તેઓ કાફલો રોકાવીને ત્યાં દુકાને પહોંચ્યા હતા. ચલો આપણે સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…

સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રેમ છલકાયો
આણંદમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના કાર્યાલયના ઉદ્ઘાટનમાં સ્મૃતિ ઈરાની પહોંચ્યા હતા. અહીં ઉદ્ઘાટન પૂરૂ થયા પછી તેઓ પરત ફર્યા હતા. જોકે આ દરમિયાન પાણીપુરીની એક દુકાન પર તેમની નજર પડી હતી. જેથી તેમણે તાત્કાલિક કાફલાને રોકાવી દીધો હતો અને કારમાંથી નીચે ઉતરીને પાણીપુરીની લિજ્જત માણી હતી. આ ઘટના અત્યારે ઘણી ચર્ચામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ સ્મૃતિ ઈરાનીએ ભાજપની ગૌરવ યાત્રા દરમિયાન કાફલો રોકાવીને પાણીપુરી ખાવાની મજા માણી હતી.

ADVERTISEMENT

સ્મૃતિ ઈરાનીએ અગાઉ ગૌરવ યાત્રામાં પાણીપુરી ખાવા તમામ પ્રોટોકોલ તોડ્યા હતા
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા ભાજપે સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું. લગભગ ઓકટોબર મહિનાનો આ કિસ્સો છે. જ્યારે સ્મૃતિ ઈરાની ગૌરવ યાત્રામાં સામેલ થયા હતા. તેવામાં જ્યારે આ યાત્રા આણંદ પહોંચી હતી ત્યારે આણંદમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઇરાનીની અધ્યક્ષતામાં જિલ્લામાં પાંચ સ્થળો પર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

બીજી તરફ યાત્રા દરમિયાન અનેક સ્થળો પર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જેમાં જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પિપલાવમાં પહોંચ્યા ત્યારે માં આશાપુરાના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી તેમણે પાણીપુરીનો આનંદ લીધો હતો.

ADVERTISEMENT

અગાઉ પણ સ્મૃતિ ઈરાની પાણીપુરી ખાવા ઉભા રહ્યા હતા…
અગાઉ પણ ઓક્ટોબર મહિનામાં આશાપુરાના મંદિરના દર્શન બાદ જ્યારે સ્મૃતિ ઈરાની બહાર નિકળ્યાં હતા. ત્યારે પાણીપુરીની લારી જોઇ ગયા હતા. પાણીપુરીની લારી જોયા બાદ મહિલા મંત્રી હોય કે સામાન્ય મહિલા પોતાની જાતને કેમ રોકી શકે. તુરંત જ તેઓ પાણીપુરીની લારીએ પહોંચી ગયા હતા અને પાણીપુરી ખાધી હતી.

કોંગ્રેસના ગઢને જીતવા માટે ભાજપ સજ્જ
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યગુજરાત કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 2017 માં પણ આણંદ જિલ્લાની કુલ 7 વિધાનસભા બેઠકો પૈકી 5 કોંગ્રેસના કબજામાં છે. જ્યારે બે સીટ જ ભાજપ પાસે છે. જો કે આ વખતે મધ્યગુજરાતને મજબુત કરવા માટે ભાજપ દ્વારા એક પછી એક સ્ટાર પ્રચારકો ઉતારવામાં આવી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT